ખાસ-ખબર સંવાદદાતા
પ્રજાને ગે.કા. રીતે ઉચા વ્યાજે નાણા ધિરાણ કરી સામાન્ય પ્રજાજનોને ગંભીર આર્થીક મુશ્કેલીમાં મુકનાર અસામાજીક તત્વો વિરૂધ્ધ પ્રજાની ફરીયાદો રજુઆતોનો સમય મર્યાદામાં નીરાકરણ થાય અને પ્રજાના સ્થાનિક પ્રશ્નો અને ફરીયાદો લઇને જીલ્લા પોલીસ કચેરી અને સચિવાલય સુધી આવવુ ન પડે તે હેતુથી રાજ્યમાં લોકદરબારો યોજવાનું સરકારશ્રી દ્વારા હુકમ કરેલ જેના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર સા નાઓની અધ્યક્ષસ્થાને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમા લોકદબારનુ આયોજન કરવામા આવેલ જેમાં અલગ-અલગ ગામના સરપંચો તથા ગામ આગેવાનો મળીને કુલ આશરે 60 જેટલા લોકો તેમજ નવાબંદર એસ.બી.આઇ. બેન્કના કર્મચારી પણ હાજર રહેલ જેમા નાગરીકોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બેન્કો મારફતે ખુબ જ ઓછા વ્યાજના દરે લોન ધિરાણ આપવામાં આવે છે.
તેમજ આ ધિરાણની સાથે સબસીડી પણ આપવામાં આવે છે તેમજ જરૂરીયાત મંદ લોકોને આ પ્રકારની લોન ક્યાંથી મેળવવી તે અંગેની માહિતી આપવામા આવી તેમજ આવી માહિતીના અભાવના કારણે વ્યાજખોરોની જાળમાં ફસાઇ જતા અટકાવવા તેમજ સમાન્ય લોકોને લોન ધિરાણ મેળવવામા મદદરૂપ થવા માટે જરૂરી માહિતી આપવામાં આવી.