પંજાબની પટિયાવલા જેલમાં સજા કાપી રહેલા પંજાબ કોંદ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. જલ્દી તેમને જમાનત મળવાની છે. સિદ્ધુ 34 વર્ષથી રેટરેજના કેસમાં પટિયાલા જેલમાં એક વર્ષની સજા કાપી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રજાસત્તાક દિવસના અવસર પર સિદ્ધુને જેલથી જમાનત આપવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેઓ અત્યાર સુધીમાં 6 મહિનાની સજા કાપી લીધી છે. આ દરમ્યાન કોંગ્રસના નેતાએ પોતાનો વજન પણ ઘણો ઓછો કરી નાખ્યો છે. જેલમાં સારી વર્તુણક કરનાર જે કેદીઓની રિપોર્ટ પંજાબ સરકારને મોકલવામાં આવી તેમાં નવજોતસિંહ સિદ્ધુનું નામ પણ સામેલ છે. આ વાતની જાણકારી સેન્ટ્ર જેલ પટિયાલાના સુપરિટેન્ડેન્ટ મનજીત સિંહ ટિવાણાએ આપી હતી.
- Advertisement -
જેલમાં ક્લાર્કનું કામ કરતા હતા
પટિયાલા જેલમાં નવજોત સિંહની વર્તુણક અને ક્લાર્ક રૂપે તેમને કામગીરી સોંપવામાં આવી હતી. જવાબદારી તથા જેલના નિયમો હોવાના કારણે તેમને ક્યારેય રજા પણ મળી નથી જે તેમના પક્ષમાં છે. માનવામાં આવી રહ્યું છએ કે, 26 જાન્યુઆરીના રોજ તેમને જમાનત આપવામાં આવશે, જો કે હાલમાં આ નિર્ણય પંજાબ સરકારના હાથમાં છે.
છ મહિનામાં 34 કિલો વજન ઘટાડયો
નવજોત સિંહ નોન આલ્કોહોલિક ફૈટી લિવરની બિમારીથી પીડાય રહ્યા હતા. તેમની જેલમાં પણ સારવાર ચાલી રહી હતી. બિમારીના કારણે તેમને સ્પેશ્યલ ડાયેટ ફૂડ ખાવાની સલાહ આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં બ્લડ પ્રેશરમાં વધ-ઘટના કારણે તેઓ અસ્વસ્થ થઇ ગયા હતા. જ્યારે જેલની અંદર તેઓ મેડિટેશન અને યોગ પણ કરી રહ્યા હતા. સ્પેશ્યલ ડાયેટ પ્લાન કરતા તેમનો 34 કિલો વજન ઘટી ગયો હતો.
- Advertisement -