મોરબી જનઆક્રોશ સભામાં કોંગ્રેસ આગેવાનોના આકરા પ્રહારો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા ઉપસ્થિત રહયા હતા
- Advertisement -
જન આક્રોશ સભા અંગે પ્રદેશ પ્રમુ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આગેવાનો, સંગઠનો હોદેદારો સાથે ચર્ચા કરી હતી અને જન આક્રોશ સભા યોજાઈ હતી ઝૂલતો પુલ ભ્રષ્ટાચાર અને કમીશનરાજને કારણે તૂટી પડ્યો જેમાં નિર્દોષ નાગરિકોના મોત થયા હતા પરંતુ નગરપાલિકાના 52 નગરસેવકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી મગરના આંસુ સાર્યા અને મોટી વાતો કરી હતી આજે પણ પીડિત પરિવારો ન્યાય ઝંખી રહ્યા છે.
સિરામિક ઉધોગ લાખો રોજગારીનું સર્જન કરે છે પરંતુ સિરામિક ઉદ્યોગ રો મટીરીયલ્સ, ગેસના ભાવ વધારા સામે ઝઝૂમી રહ્યું છે સરકાર જીએસટી ઘટાડતી નથી પ્રધાનમંત્રી ગુજરાતના હોવા છતાં ટાઈલ્સ પર જીએસટી ઘટતી નથી કોંગ્રેસે 18 ટકા ટાઈલ્સ પરની જીએસટી ઘટાડી 5 ટકા કરવા માંગ કરી છે
મંત્રીઓ ખેડૂતોને મદદ કરવાને બદલે અપમાન કરી રહ્યા છે
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મંત્રી પ્રદ્યુમ્ન વાંજા અને નરેશ પટેલ અંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો લોહીના આંસુ રોઈ રહ્યા છે પાક નિષ્ફળ ગયા છે ભવિષ્યની ચિંતા સતાવી રહી છે દેવામાં ડૂબેલા ખેડૂતો આપઘાત કરી રહ્યા છે ત્યારે આંસુ લુછવાને બદલે, મદદ કરવાને બદલે સરકાર મજાક ઉડાવી રહી છે મંત્રી ખેતરમાં ફોટો સેશન કરાવે છે કેમેરા સામે બોલે છે જલ્દી કરો મગફળીમાંથી ગંધ આવે છે તો અન્ય મંત્રી ગમ બુટ પહેરી ખેતરમાં ગયા હતા જે ખેડૂતોની મજાક સમાન હોવાનું જણાવ્યું હતું
- Advertisement -



