‘નાટો’ તેના સભ્ય દેશોની સુરક્ષા માટે પ્રતિબધ્ધ
અમેરિકાના નેતૃત્વના ‘નાટો’ લશ્કરી સંગઠનમાં ફિનલેન્ડને સમાવતા તમતમી ઉઠેલા રશિયાએ હવે તેના સાથી દેશ બેલારૂસમાં અણુશસ્ત્ર ગોઠવવાની આપેલી ધમકીનો જવાબ આપતા અમેરિકા સહિતના જી-7 દેશોએ વળતા આકરા પ્રતિભાવમાં જણાવ્યું કે બેલારૂસમાં અણુશસ્ત્ર ગોઠવવાની ચેષ્ટાને અમે સ્વીકારશું નહીં અને રશિયા તે દિશામાં આગળ ન વધે તે જ બહેતર રહેશે.
- Advertisement -
જી-7 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં રશિયાની ધમકી મુદે ચર્ચા થઇ હતી અને હાલમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપનો કરતા કહ્યું કે અમેરિકાએ અનેક સ્થળોએ પોતાના અણુશસ્ત્રો ગોઠવ્યા છે જે અણુપ્રસાર સંધીની વિરૂધ્ધમાં છે.
પરંતુ અમે અમેરિકા અને તેના સાથી દેશોને જવાબ આપવા તૈયાર છીએ અને તેમાં બેલારૂસમાં અમે અણુશસ્ત્ર ગોઠવશું તેમણે કહ્યું કે કંટ્રોલ રશિયા પાસે જ હશે. પુતિને બેલારૂસમાં ટેકનીકલ વેપન્સનો સ્ટોરેજ કરવાની જાહેરાત કરી છે અને પરમાણુ મિસાઇલ લોન્ચ કરવા માટે કેટલીક સુવિધા બેલારૂસમાં ગોઠવવામાં આવશે.
જોકે અમેરિકાના રક્ષા મંત્રાલયે વળતા જવાબમાં કહ્યું કે અમે આ પ્રકારના ચેષ્ટાને સ્વીકારશું નહી અને નાટો તેના સભ્ય દેશોની રક્ષા માટે પ્રતિબધ્ધ છે.
- Advertisement -