-વર્ષ 2022માં દિલ્હીમાં મહિલાઓ સામે અપરાધના 14,247 કેસ નોંધાયા
દેશની રાજધાની દિલ્હી મહિલાઓ સામેના અપરાધમાં વર્ષ 2022માં સૌથી આગળ રહી હતી. આવા કેસોનો સૌથી વધુ દર 144.4 દિલ્હીમાં નોંધાયો છે. આ રાષ્ટ્રીય સરેરાશ દર 66.4થી વધુ છે જયારે 20 લાખથી વધુ વસ્તી વાળા 19 મહાનગરોની તુલનામાં દિલ્હીમાં સર્વાધિક અપરાધ નોંધાયા હતા, આ સનસનીખેજ ખુલાસો એનસીઆરબીના આંકડામાં થયો છે.
- Advertisement -
એનસીઆરબીના આંકડા મુજબ વર્ષ 2022માં દિલ્હીમાં મહિલાઓ સામે અપરાધના 14247 કેસ બહાર આવ્યા છે. જયારે વર્ષ 2021માં આવા કેસોની સંખ્યા 14277 અને 2020માં આ સંખ્યા 10093 હતી.
આંકડા અનુસાર ઉત્તરપ્રદેશમાં 2022માં મહિલાઓ સામેના અપરાધના સૌથી વધુ 65753 એફઆઈઆર નોંધાઈ હતી. મહારાષ્ટ્રમાં 25331, રાજસ્થાનમાં 45058, પશ્ચિમ બંગાળમાં 34738 અને મધ્યપ્રદેશમાં 32765 સંખ્યા રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટું રાજય હોવાના કારણે યુપીમાં નોંધાયેલા આપરાધિક કેસો વધુ છે.