ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમના શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ દ્વારા ભવનાથ તીર્થ ક્ષેત્રમાં સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય પર્વની ઉજવણી શરૂ કરાય હતી અને છેલ્લા એક દાયકાથી 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટની શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુના આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવે છે અને શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ અને ગિરનાર મંડળના સંતો , તિરંગો લહેરાવી ધ્વજવંદન કરે છે.હાલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને હર ઘર તિરંગા અભિયાનને લઇ રોશની રોશનીથી શણગારવામાં આવ્યો છે.
ભવનાથમાં આવેલાં રૂદ્રેશ્ર્વર જાગીરભારતી આશ્રમમાં રાષ્ટ્રભાવના
