ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. **’ખેલે ભી ખીલે ભી’**ની થીમ સાથે યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ – સ્વાગત ચોકડી – ઉમિયા સર્કલ – શ્રી સરદાર પટેલ સ્ટેચ્યુ – નવા બસ સ્ટેશન સુધી અંદાજિત 7 કિલોમીટર હતી.
ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું અને બાદમાં તેઓ પણ ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા. જિલ્લા રમત-ગમત કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં તંદુરસ્તી અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે શપથ પણ લીધા હતા. આ રેલીમાં હળવદના પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, ડેપ્યુટી કમિશનર સંજય સોની, જિલ્લા રમત-ગમત અધિકારી રવિભાઈ રાઠોડ, પોલીસના જવાનો, વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.