સ્પેશિયલ સિટિંગમાં કુલ-94 કેસમાં રૂપિયા 1,18,000નો દંડ વસુલાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
વિસાવદરમાં નાલ્સાની ગાઈડ લાઇન મુજબ કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેન એસ.એસ.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લીટીગેશન અને પ્રિલિટીગેશન સહિતના કુલ રૂ.3 કરોડ થી વધુની રકમ સાથે 341 કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને 341 કેસોનો સુખદ નિકાલ થતાં લોક અદાલતનું સો ટકા પરિણામ પ્રાપ્ત થયુ હતું. જેમાં સ્પેશિયલ સિટિંગમાં કુલ- 94 કેસમાં રૂ. 1,18,000નો દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ 230 કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા 68 પ્રિલિટીગેશન કેસો મળી કુલ 298 કેસોનો તથા ફેમિલી કોર્ટ તથા એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટના મળી કુલ 341 કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતું.
- Advertisement -
આ લોક અદાલતમાં બાર એસો.ના પ્રમુખ રમેશભાઈ ધાધલ, સીરાજભાઈ માડકીયા, વિજયભાઈ જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇ જોશી, અશ્વિનભાઈ દુધરેજીયા,સમીરભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, યુ.બી.દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પીજીવીસીએલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો.કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી, પી.પી.પાણેરી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા, તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી.