ગાંધીનગરમાં વધતા ટાઈફોઈડના કેસ ચિંતાજનક
પંચ દ્વારા મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગાંધીનગરમાં દૂષિત પીવાના પાણીના કારણે ટાઇફોઇડના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (ગઇંછઈ) દ્વારા ગુજરાત સરકારને નોટિસ ફટકારવામાં આવી છે અને પંચ દ્વારા મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ગુજરાતના આરોગ્ય વિભાગે ટાઈફોઈડના કુલ 70 એક્ટિવ કેસની પુષ્ટિ કરી છે. ગાંધીનગરમાં નવી નાખવામાં આવેલી પાઈપ લાઈનમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. પાઈપ લાઈનમાં સાત જગ્યાએ લિકેજ હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. પંચે જણાવ્યું હતું કે, જો આ સમાચાર સાચા હોય તો તે પીડિતોના માનવાધિકારના ઉલ્લંઘનનો ગંભીર મામલો છે. આ સંદર્ભમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચે ટાઇફોઈડથી પ્રભાવિત ઘરોમાં સારવાર લઈ રહેલા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે લેવામાં આવેલા પગલાં અંગે જાણકારી માગવામાં આવી છે.
પાણીજન્ય રોગચાળાએ તંત્રની ઉંઘ ઉડાડી દીધી
- Advertisement -
ગાંધીનગર ’ટાઈફોઈડ’ના ડેન્જર ઝોનમાં, કેસનો આંકડો વધવાની દહેશત
ટાઈફોઈડ કેસમાં એક બાળકનું શંકાસ્પદ મોત, બે ગંભીર; બેડ ખૂટી પડતા વધારાનો વોર્ડ શરૂ
ગાંધીનગરમાં ટાઈફોઈડ કેસના 111 બાળકો દાખલ, 55 બાળકોનો રિપોર્ટ ટાઈફોઈડ પોઝિટિવ
હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને તંત્ર ગટર લાઇનના લિકેજ શોધવામાં નિષ્ફળ
ગાંધીનગરમાં 8 જાન્યુઆરી ગુરુવારે ટાઈફોઈડના વધુ 14 નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સત્તાવાર રીતે ટાઈફોઈડના કેસનો આંકડો 167 પર પહોંચ્યો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ વધુ ગંભીર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, બીજી તરફ પાણી અને ગટર લાઇનના લિકેજ શોધવામાં તંત્રની નિષ્ફળતા સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, સેક્ટર-24, 26, 28, આદિવાડા અને ૠઈંઉઈ વિસ્તાર રોગચાળાના મુખ્ય કેન્દ્રો બન્યા છે. હાલ 80 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓને રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગની 85 ટીમોએ અત્યાર સુધીમાં 61,389 ઘરો અને આશરે 2.66 લાખની વસ્તીમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. પાણીનું સુપર ક્લોરીનેશન કરવાની કવાયત પણ તેજ કરાઈ છે.



