69માં નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત બાદ આજે દિલ્હીમાં તમામ વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યાં હતા. જેમાં વહીદા રહેમાન, આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી, અલ્લૂ અર્જૂન, કૃતિ સેનનને તેમની ઉત્તમ એક્ટિંગ સ્કીલ માટે સમ્માનિત કરવામાં આવ્યાં.
69માં નેશનલ ફિલ્મ એવોર્ડસની ઘોષણાનાં આશરે એક મહિના બાદ 17 ઑક્ટોબરનાં દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં તમામ વિનર્સને આ એવોર્ડ આપવામાં આવ્યાં હતાં. આ ફંક્શન માટે આલિયા ભટ્ટ, પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન ત્રણેય કેપિટલ સિટી પહોંચ્યાં હતાં. ત્રણેય સ્ટાર્સને તેમની ઉત્તમ એક્ટિંગ માટે આ નેશનલ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું હતું. અલ્લૂ અર્જુન પણ આ સેરેમનીમાં જોડાયા હતાં. તેઓ પહેલા એવા સાઉથ એક્ટર છે જેમને આ એવોર્ડ મળ્યો છે.
- Advertisement -
"It feels gratifying": R Madhavan on receiving Best Feature Film Award for 'Rocketry: The Nambi Effect'
Read @ANI Story | https://t.co/wgEYZQdMcp#RMadhavan #Rocketry #69thNationalFilmAwards pic.twitter.com/njaCEqDqfB
— ANI Digital (@ani_digital) October 17, 2023
- Advertisement -
વહીદાને મળ્યો સૌથી મોટો એવોર્ડ
ફિલ્મ ઈંડસ્ટ્રીની દિગ્ગજ સ્ટાર વહીદા રહેમાનને દાદા સાહેબ ફાડકે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું. ફિલ્મ જગતમાં પોતાના અપૂર્વ યોગદાન માટે તેમને દેશનાં સૌથી મોટા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમને શૉલ ઓઢાડી અને સાથે જ તેમને એવોર્ડ આપ્યો હતો. આ અવસર પર વિજ્ઞાન ભવનમાં બેઠેલા તમામ દિગ્ગજોએ વહીદા રહમાનનું તાળીયોથી સ્વાગત કર્યું હતું.
Waheeda Rehman gets emotional as she receives Dadasaheb Phalke award
Read @ANI Story | https://t.co/Y4l23KSzOr#WaheedaRehman #PresidentMurmu #dadasahebphalkeaward pic.twitter.com/2XOXNFID3a
— ANI Digital (@ani_digital) October 17, 2023
વહીદા રહેમાને થેંક્યૂ સ્પીચ આપી
આ બાદ વહીદા રહેમાને થેંક્યૂ સ્પીચ આપતાં કહ્યું કે આપ સૌનો આભાર કે તમે મને આ એવોર્ડ આપ્યો. હું અત્યંત સમ્માનિત અનુભવી રહી છું. આજે હું જે સ્થાન પર પહોંચી છું તે બધું જ મારી ઈંડસ્ટ્રીનાં કારણે છે. મને ઘણાં સારા ડાયરેક્ટર્સ, પ્રોડ્યૂસર્સ, મ્યૂઝિક કમ્પોઝરનો સાથ મળ્યો. મારી આ જર્નીમાં મેકઅપ અને કોસ્ટ્યૂમ આર્ટિસ્ટે પણ મોટો ભાગ ભજવ્યો છે. હું સૌનો આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. કોઈ એક માણસ આખી ફિલ્મ ન બનાવી શકે. સૌનો સાથ હોય છે. હું સૌનો આભાર વ્યક્ત કરું છું.
"I'm very grateful": Alia Bhatt on receiving Best Actress National Film Award for 'Gangubai Kathiawadi'
Read @ANI Story | https://t.co/aC43zMiAZj#AliaBhatt #GangubaiKathiawadi #69thNationalFilmAwards #Bollywood pic.twitter.com/LW16OW5axB
— ANI Digital (@ani_digital) October 17, 2023
ગંગુબાઈ કાઠિયાવાડીને મળ્યો એવોર્ડ
આલિયા ભટ્ટને 2022માં ગંગુબાઈ કાઠિયાવાડી મૂવી માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો. આલિયા ઇવેન્ટમાં પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી. આ ખાસ ઈવેંટ માટે આલિયાએ સ્પેશિયલ સાડી પસંદ કરી હતી. અભિનેત્રીએ તેના પોતાના લગ્નની સાડી પહેરી હતી.
"I feel very blessed, grateful": Kriti Sanon on winning Best Actress National Film Award for 'Mimi'
Read @ANI Story | https://t.co/KmC32KeloB#KritiSanon #Mimi #69thNationalFilmAwards pic.twitter.com/kezwN8DETG
— ANI Digital (@ani_digital) October 17, 2023
પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનનને પણ મળ્યો એવોર્ડ
2021માં રિલીઝ થયેલી ફિલ્મ મિમી માટે એક્ટ્રેસ કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં જ કૃતિનાં સપોર્ટિંગ એક્ટર તરીકે પંકજ ત્રિપાઠીએ અદભૂત એક્ટિંગ કરી હતી જેના માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઈવેંટમાં પહોંચેલા પંકજ ત્રિપાઠીએ કહ્યું કે મારા માટે આ જર્ની શાનદાર રહી છે. આ મારો દ્વિતીય નેશનલ એવોર્ડ છે. હું ભાવ શૂન્ય થઈ જાઉં છું. હું માત્ર ઈમાનદારીથી મહેનત કરું છું અને બધું આપમેળે થઈ જાય છે.
Allu Arjun receives his first National Award
Read @ANI Story | https://t.co/MBuwZ6WVtN
#69thNationalFilmAwards #PresidentMurmu #AlluArjun #Pushpa1TheRise pic.twitter.com/2sZV9n85z1
— ANI Digital (@ani_digital) October 17, 2023
સાઉથનાં એક્ટરને મળ્યો આ એવોર્ડ
આ વખતે સાઉથના સૌથી પોપ્યુલર એક્ટર અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત છે. ફિલ્મ પુષ્પા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. નેશનલ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મેળવનાર તે સાઉથ સિનેમાનાં પહેલાં અભિનેતા છે.