જમ્મુ ખાતે યોજાયેલી 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગવર્નન્સમાં એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં અવ્વલ પુરસ્કાર
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસના ટઈંજઠઅજ પ્રોજેકટ અંતર્ગત કાર્યરત કરાયેલા ત્રિનેત્ર-ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ઈં3ઈ) ને ભારત સરકારના નેશનલ ઇ-ગર્વનન્સ ગોલ્ડ એવોર્ડ મળ્યો છે. જમ્મુ ખાતે યોજાયેલી 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઇ-ગર્વનન્સમાં ગુજરાત પોલીસને નેશનલ એવોર્ડ ફોર ઇ-ગર્વનન્સ સ્કીમ 2021-22 માટે એકસલન્સ ઇન એડોપ્ટીંગ ઇમર્જીંગ ટેક્નોલોજીસ કેટેગરીમાં આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ એવોર્ડ અને પ્રશસ્તિ પત્ર ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસની ગૌરવગાથામાં આ વધુ એક સિદ્ધિ મેળવવા માટે પોલીસતંત્રની કર્તવ્યનિષ્ઠા તથા ફરજપરસ્તીને અભિનંદન પાઠવી બિરદાવી હતી.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ટઈંજઇંઠઅજ ાજ્ઞિષયભિં અંતર્ગત 34-જિલ્લાના મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41-શહેરોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 7,000 વધુ સીસીટીવી કેમેરા લગાવી, સંબંધિત જિલ્લાના નેત્રમ (મશતિશિંભિં હયદયહ ભજ્ઞળળફક્ષમ ભજ્ઞક્ષિજ્ઞિંહ ભયક્ષયિિં સાશ ાજ્ઞશક્ષિં ભજ્ઞક્ષક્ષયભ-શિંદશિું થી જોડવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓના ‘નેત્રમ’ ને ગાંધીનગર સ્થિત િશિંક્ષયિફિંસાથે શક્ષયિંલફિયિં કરવામાં આવેલ છે. ઉપરાંત 684-પોલીસ સ્ટેશનો ખાતે સ્થાપિત કરેલ 10,000-બોડી વોર્ન કેમેરા અને 15-ડ્રોન બેઇઝ્ડ કેમેરા સિસ્ટમને પણ ત્રિનેત્ર સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવેલા છે. એટલું જ નહિ, ત્રિનેત્ર ખાતે સી.સી.ટીવી કેમેરા, બોડી વોર્ન કેમેરા તથા ડ્રોન કેમેરાની લાઇવ વિડીયો ફીડ જોઇ શકાય છે.
ત્રિનેત્ર ખાતે ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરૂપે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નાઇઝેશન, રેડ લાઇટ વાયોલેશન ડિટેકશન, ઇલ લીગલ પાર્કીંગ ડિટેકશન, રોંગ વે ડિટેકશન, ક્રાઉડ ડિટેકશન, પીપલ કાઉન્ટીંગ, કેમેરા ટેમ્પરીંગ વગેરે પ્રસ્થાપિત કરવામાં આવેલા છે. ત્રિનેત્ર અને 34 નેત્રમ ખાતે 266 સિનિયર અને જુનિયર ઇજનેરો તથા તાલીમ મેળવેલા પોલીસ અધિકારીઓને તૈનાત કરી તેમને વિવિધ કામગીરી માટે તજ્ઞા આપવામાં આવેલી છે.