લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર તેમજ જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ના અવસરે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ કાર્યક્રમમાં હાજર રહ્યા, અને વિવિધ ક્ષેત્રના યુવા ક્રિએટર્સને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર (National Creators Award) થી સન્માનિત કર્યા હતા.
- Advertisement -
ક્રિએટર્સની સભાને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, યુવાઓ અને તેમની ક્રિએટિવિટીને સન્માન આપવા માટે આ અવોર્ડ પહેલીવાર આયોજિત કરવામાં આવી રહ્યો છે. તેમાં ક્રિએટર્સને મોટિવેશન મળશે.
- Advertisement -
મોદીએ કહ્યું કે આજે મહાશિવરાત્રિ પણ છે. મારા કાશીમાં તો શિવ વિના કશું જ ચાલતું નથી. ભગવાન શિવ ભાષા, કળા અને ક્રિએટિવિટીના રચનાકાર માનવામાં આવે છે. સાથે જ, મોદીએ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની પણ શુભકામનાઓ આપી. તેમણે કહ્યું કે હું પહેલીવાર જોઈ રહ્યો છું કે પુરૂષ પણ તાળીઓ પાડી રહ્યા છે. હું હમણાં થોડીવાર પહેલાં જ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડીને આવ્યો છું. જો કોઈ સેક્ટરની મહાસત્તાએ સરકારને વિચારવાની પ્રેરણા આપી હોય તો તમે ક્યાં સુધી બેસી રહેશો. એટલા માટે તમે અભિનંદનને પાત્ર છો. આનો શ્રેય ભારતના દરેક કન્ટેન્ટ સર્જકને જાય છે. તમે જે હિંમત બતાવી તેના કારણે આજે તમે બધા અહીં સુધી પહોંચ્યા છો અને દેશ તમારી તરફ આશા સાથે જોઈ રહ્યો છે. તમારું કન્ટેન્ટ સમગ્ર ભારતમાં ભારે પ્રભાવ પેદા કરી રહ્યું છે. મારી તમને એક વિનંતી છે. મિત્રો, એક જમાનામાં આપણે જોતા હતા કે અહીં ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન મળે છે. પરંતુ આજે દુકાનદારો લખે છે કે અહીં હેલ્ધી ફૂડ મળે છે. સમાજમાં પણ આ પરિવર્તન આવી રહ્યું છે. તેથી, સામગ્રી એવી હોવી જોઈએ કે તે લોકોને પ્રેરણા આપે.
#WATCH | Delhi: At the first ever National Creators Award, singer Maithili Thakur clicks a selfie with Prime Minister Narendra Modi at Bharat Mandapam. pic.twitter.com/JxSoaKhgCy
— ANI (@ANI) March 8, 2024
તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમી દેશોમાં એવો વિચાર છે કે ભારતમાં વર્કિંગ વુમન નથી. તમે જોશો કે અમારી માતાઓ અને બહેનો દ્વારા ગામડાઓમાં ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આપણે આ ગેરમાન્યતાઓને બદલી શકીએ છીએ. હું તમારી સાથે એક મહત્ત્વપૂર્ણ વિષય પણ શેર કરવા માગુ છું. જેમ કે માનસિક સ્વાસ્થ્ય એ ખૂબ જ સ્પર્શી વિષય છે. હું જોઉં છું કે ઘણા સર્જકો માનસિક સ્વાસ્થ્યના વિષય માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે પરંતુ આપણે આના પર વધુ કામ કરવાની જરૂર છે.
#WATCH | Delhi: At the first-ever 'National Creators Award', Prime Minister Modi says "You are all very well aware of the Swachh Bharat program. I saw a reel recently, where a tiger is going to drink water but he sees a plastic bottle in it. The tiger picks up the bottle from… pic.twitter.com/SfGH1mDvLi
— ANI (@ANI) March 8, 2024
દેશની આ સશક્ત મહિલાઓને મળ્યા એવોર્ડસ
પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો. આ સાથે જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન ડૂ હિક્સને પણ સન્માનિત કર્યા. તેમણે ડૂ હિક્સને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય રચનાકાર એવોર્ડ આપ્યો હતો.
#WATCH | Delhi: At the first ever National Creators Award, Prime Minister Narendra Modi presents the Most Creative Creator- Female award to Shraddha at Bharat Mandapam. pic.twitter.com/EY6jyP8zdw
— ANI (@ANI) March 8, 2024
અવોર્ડની 20 કેટેગરીઝ
PM મોદી જે 20 કેટેગરીમાં અવોર્ડ્સ આપી રહ્યા છે, નેશનલ ક્રિએટર્સ અવોર્ડ્સ 20 કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. તેના માટે લગભગ 1.5 લાખ નોમિનેશન મળ્યા હતા. વોટિંગ રાઉન્ડ દરમિયાન વિનર્સનું સિલેક્શન કરવા માટે લગભગ 10 લાખ વોટ નાખવામાં આવ્યા. તે પછી ત્રણ ઇન્ટરનેશનલ ક્રિએટર્સ સહિત 23 વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા. તેમાં નેશનલ ક્રિએટર્સ અવોર્ડ્સ બેસ્ટ સ્ટોરી રાઇટર, સેલિબ્રિટી પ્રોડ્યુસર, ગ્રીન ચેમ્પિયન અવોર્ડ, સોશિયલ ચેન્જ બેસ્ટ ક્રિએટર, એગ્રીકલ્ચર પ્રોડ્યૂસર, કલ્ચરલ એમ્બેસ્ડર, ઇન્ટરનેશનલ પ્રોડ્યૂસર, ટ્રાવેલ પ્રોડ્યૂસર, ક્લીનલીનેસ એમ્બેસ્ડર, ન્યૂ ઇન્ડિયા ચેમ્પિયન, ટેક ક્રિએટર, હેરિટેજ ફેશન આઇકન, બેસ્ટ ક્રિએટર મેલ-ફીમેલ, ફૂડ કેટેગરી બેસ્ટ પ્રોડ્યુસર, એજ્યુકેશન બેસ્ટ ક્રિએટર, ગેમિંગ કેટેગરી બેસ્ટ ક્રિએટર, બેસ્ટ માઇક્રો પ્રોડ્યુસર, બેસ્ટ નેનૌ પ્રોડ્યુસર, બેસ્ટ હેલ્થ એન્ડ ફિટનેસ પ્રોડ્યુસર સામેલ છે.
Winning by spreading 'Happiness Through Curiosity'
Congratulations @BeerBicepsGuy for the big win at #NationalCreatorsAward pic.twitter.com/FFe2gsuJy6
— Piyush Goyal (मोदी का परिवार) (@PiyushGoyal) March 8, 2024