‘પરિણીતા’ અને ‘મર્દાની’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પ્રદીપ સરકારેનું નિધન થયું છે. 68 વર્ષના પ્રદીપે આજે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડ અને ચાહકો ફિલ્મ અભિનેતા અને નિર્માતા સતીશ કૌશિકના નિધનના દુઃખમાંથી બહાર નીકળી શક્યા ન હતા એવામાં બોલિવૂડના વધુ એક દિગ્ગજ દિગ્દર્શકના અવસાનના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે ‘પરિણીતા’ અને ‘મર્દાની’ જેવી શાનદાર ફિલ્મો બનાવનાર ડિરેક્ટર પ્રદીપ સરકારેનું નિધન થયું છે. 68 વર્ષના પ્રદીપે આજે 24 માર્ચે સવારે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.
- Advertisement -
પ્રદીપ સરકારને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા
હાલ મળતા રિપોર્ટ્સ અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું અને તેના કારણે તેની હાલત એટલી બગડી ગઈ હતી કે ડોક્ટર તેને સંભાળી શક્યા ન હતા. તેમની તબિયત બગડતી જોઈને પ્રદીપ સરકારને મોડી રાત્રે સવારે 3 વાગ્યે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ડોકટરો તેને બચાવી શક્યા ન હતા. પ્રદીપના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર તેમના અંતિમ સંસ્કાર આજે 24 માર્ચે સાંજે 4 વાગ્યે થવાના છે.
Very sad to know about our dearest director @pradeepsrkar dada. I started my career with him. He had an aesthetic talent to make his films look larger than life. From #Parineeta#lagachunrimeindaag to a no. Of movies. Dada, you will be be missed. #RestInPeace 🙏😔 @SrBachchan pic.twitter.com/TDxUOP2quG
— Nitu Chandra Srivastava (@nituchandra) March 24, 2023
- Advertisement -
સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ
અભિનેત્રી નીતુ ચંદ્રાએ દિગ્દર્શકના નિધનના સમાચારની પુષ્ટિ કરતાં ટ્વીટ કરીને આ દુઃખદ સમાચાર આપ્યા હતા. આ સાથે જ અભિનેતા અજય દેવગણે પણ દિગ્દર્શકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એમ જ મનોજ બાજપેયી, હંસલ મહેતાએ પણ એમને શ્રદ્ધાંજલિ અર્પી છે .
પ્રદીપ સરકારે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી હતી. જેમાં પરિણીતા, એકલવ્ય-ધ રોયલ ગાર્ડ, લફંગે પરિંદે, લગા ચુનરી મેં દાગ, મર્દાની, હેલિકોપ્ટર ઈલા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.