ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળીયા ગામના સામાજિક કાર્યકર દ્વારા ભાજપના સીનયર નેતા અને પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે મોરચો માંડવામાં આવ્યો છે.
પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે અલગ અલગ 4 જેટલી માંગણીઓ સાથે લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. નાથાલાલ સુખડીયા દ્વારા તંત્રને લેખિત 7 દિવસ પહેલા અરજી આપવામા આવી હતી.
અને તેમની માંગ સ્વીકારવમાં નહિ આવે તો કલેકટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં બેસી વિરોધ પ્રદશન કરવામાં આવશે. ત્યારે આજે તેઓની માંગ સ્વીકારવમાં ન આવતા આજે નાથાલાલ સુખડીયા કલેકટર કચેરીમાં અર્ધનગ્ન હાલતમાં આવી બેસી વિરોધ પ્રદશન કર્યું હતું.
- Advertisement -
આ પ્રદશનને લઈ પોલીસ પણ દોડી આવી હતી અને બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે આ પ્રદશન બાદ કલેકટર કચેરી દ્વારા તપાસ કરવા માટે લેખિત આદેશ કરતા હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. આગામી દિવસોમાં વધુ કાર્યવાહી નહિ કરવામાં આવે તો ફરીવાર નાથાલાલ સુખડીયા માલધારીઓ સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.