અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષ યાન જૂનો દ્વારા લેવાયેલી ગુરુ ગ્રહની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. ગુરુ ગ્રહ પર ગ્રેટ રેડ સ્પોટ તરીકે ઓળખાતા આ સ્થળની તસ્વીર એક તોફાનની છે જે પૃથ્વી કરતા બમણા આકારનું છે નવાઇની વાત તો એ છે કે આ તોફાન આજકાલ કરતા 350 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. નાસાના જણાવ્યા અનુસાર અંતરિક્ષયાન જૂનોએ લગભગ 13917 માઇલ દૂરથી ગુરુના ગ્રેટ રેડ સ્પોટના વાસ્તવિક રંગીન ચિત્રને કેદ કર્યુ છે. તોફાનનો આકાર ધીમે ધીમે ઘટી રહયો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૌર મંડળનું સૌથી જાણીતું તોફાન દાયકાઓથી અવિરત ચાલતું રહયું છે. 1979માં વોયજર અંતરિક્ષ યાન દ્વારા તોફાનને માપવામાં આવ્યું હતું તેના કરતા ઓછું જણાય છે, તેમ છતાં ધ ગ્રેટ રેડ સ્પોટ પૃથ્વી કરતા બે ગણું વધારે છે. કેટલાક સંશોધનોમાં જણાયું છે કે ગુરુ ગ્રહના વાદળોની નીચે 300 કિમી જેટલું અંદર ડૂબેલું છે. ગુરુ ગ્રહ પર નક્કર સરફેશ (જમીન) ના હોવાથી તોફાન નબળુ પડવામાં ખૂબ સમય લાગે છે. 643 કિમી પ્રતિ કલાકની ઝડપે ફરતું રહે છે. ધ ગ્રેટ રેડ સ્પોટના લીધે ગુરુ ગ્રહની ક્ષિતિજ વિષમ ભૂરા અને લાલાશ રંગની જણાય છે.
નાસાએ ગુરુ ગ્રહની અદભૂત તસવીર શેર કરી, 350 વર્ષથી ચાલતું ’ધ ગ્રેટ રેડ સ્પોટ’ તોફાન કેમેરામાં કેદ
Follow US
Find US on Social Medias