રશિયાના સ્પેસ સેન્ટર પરથી 20 મિનિટ પછી સંપર્ક સાધી શકાયો
90 મિનિટ પછી નાસા કેન્દ્ર કાર્યરત થઈ શક્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માત્ર આપણા દેશમાં જ નહીં, સુપર પાવર અમેરિકામાં પણ વીજળી ગુલ થઈ જાય છે. તમોને તે જાણીને આશ્ર્ચર્ય થશે કે અમેરિકાનાં નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ એજન્સી (નાસા)નાં હ્યુસ્ટન સ્થિત કેન્દ્રમાં પણ મંગળવારે અચાનક વીજળી ગુલ થવાથી હડકંપ મચી ગયો. વીજળી ગુલ થવાથી મિશન કંટ્રોલ અને સ્પેશ સ્ટેશન સાથેનો સંપર્ક તૂટી ગયો. આથી વિજ્ઞાનીઓમાં હડકંપ મચી ગયો.
કારણ સહજ હતું. મિશન કંટ્રોલ સ્ટેશન ઉપરથી આદેશ મોકલી શકાતા ન હતા. તેથી સ્પેશ સ્ટેશનમાં રહેલા વિજ્ઞાનીઓ સાથેનો સંપર્ક તૂટી ગયો. સાથે તે સાત વિજ્ઞાનીઓના જીવનની ચિંતા ઊભી થઈ.
જો કે નાસાએ ધરતી ઉપરનાં તેના કેન્દ્રમાં બેક અપ (કેપ્ટિવ પાવર)ની વ્યવસ્થા રાખી જ છે પરંતુ તે સક્રિય થઈ પૂરતો પાવર અપાય કરે ત્યાં સુધીમાં ખાસ્સો સમય વીતી જાય તેમ હતો તેથી આખરે રશિયાનાં ભૂમિ સ્થિત કેન્દ્રનો સંપર્ક સાધવામાં આવ્યો. તેણે વેવ-લેન્સ જાણી સ્પેસ સ્ટેશન સ્થિત વિજ્ઞાનીઓ સાથે સંપર્ક શરૃ કર્યો પરંતુ ત્યાં સુધીમાં 20 મીનીટ તો વહી જ ગઈ હતી. જે સહજ પણ હતું. તે પછી 90 મિનિટે નાસાનું હ્યુસ્ટન (હાઉસ્ટન) ટેક્ષાસ સ્થિત મથક વીજળી પાછી આવતાં કાર્યરત થઈ ગયું. પૃથ્વી પર રહેલા વિજ્ઞાનીઓ અને ટેકિનશ્ર્યનોના શ્ર્વાસ નીચે બેઠા.
- Advertisement -
સ્પેશ સ્ટેશન કાર્યક્રમના પ્રબંધક જોએલ મોંટેલવાનો એ આ પછી જાહેર કર્યું હતું કે હવે સ્પેશ સ્ટેશન કે તેમાં રહેલા વિજ્ઞાનીઓને કોઈ તરો નથી. બેકઅપ પ્રણાલી દ્વારા 90 મિનિટમાં જ પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી. તે અંગે નિરીક્ષકો કહે છે કે ભલે મોંટેલવાનો કહે કે એક બે દિવસમાં બધુ યથાવત થઈ જશે. પરંતુ પ્રશ્ર્ન તે છે કે આવી અચાનક આવી પડતી આપત્તિને લીધે સ્પેશ સ્ટેશન સ્થિત વિજ્ઞાનીઓનું શું થશે. એપોલો યાન સળગી ઉઠયું હતું તે કેમ ભૂલાય ?