ખાસ-ખબર સંવાદદાતા
ચંદ્રની સપાટી સુધી પહોંચવા માટે ભારતના ચંદ્રયાન-3 અને રશિયાના લુના-25 વચ્ચે સ્પર્ધા હતી. ઉલ્લેખનીય છે કે, લુના- 25, ચંદ્રયાન -3 પછી લોન્ચ કરવામાં આવ્યું હતું, જો કે તે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. હવે અમેરિકાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (ગઅજઅ) એ દાવો કર્યો છે કે લુના-25 જ્યાં ક્રેશ થયું હતું, તેણે તે જગ્યા શોધી લીધી છે.
નાસાએ ગુરુવારે જાહેરાત કરી હતી કે, તેના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (કછઘ) અવકાશયાનમાં એક ખાડો દેખાયો છે જે રશિયાના ચંદ્ર મિશન લુના-25નો કાટમાળ હોઈ શકે છે. રશિયન સ્પેસ એજન્સી રોસકોસ્મોસે 21 ઓગસ્ટના રોજ લુના-25ના ક્રેશની જાણ કરી હતી. નાસાની કછઘ ટીમોએ બીજા જ દિવસે અવકાશયાનને સ્થળની તસવીરો લેવા આદેશો મોકલ્યા. ક્રેશ પહેલા અને પછી લીધેલા ચિત્રોની સરખામણી કરતા, તેઓ એક નાનો નવો ખાડો જોઈ શકે છે. નાસાએ દાવો કર્યો છે કે તે લુના-25નો કાટમાળ હોઈ શકે છે.
- Advertisement -
નાસાએ વધુમાં શું કહ્યું?
નાસા અનુસાર, આ ખાડો આશરે 57.865 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ અને 61.360 ડિગ્રી પૂર્વ રેખાંશ પર લગભગ 360 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ ઊભો ખાડો લગભગ 10 મીટર જેટલો છે. આ ખાડો જ્યાં લુના-25 લેન્ડ કરવાનું હતું, ત્યાંથી લગભગ 400 કિલોમીટર દૂર છે.
કેવી રીતે ક્રેશ થયું હતું લુના-25?
લુના-25ના ક્રેશના ચોક્કસ સંજોગો હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ રોસકોસ્મોસે જણાવ્યું હતું કે, અવકાશયાન લેન્ડિંગ પહેલા ભ્રમણકક્ષામાં સંક્રમણ દરમિયાન જે ઝડપ અને વળાંક પસાર કરી રહ્યું હતું તે નિર્ધારિત ગતિથી નોંધપાત્ર રીતે અલગ હતું. ચંદ્ર પર શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સની ઝડપને નિયંત્રિત કરવી એ ખૂબ જ પડકારજનક કાર્ય છે. બીજી તરફ, ચંદ્રયાન-2 પાસેથી શીખીને, ચંદ્રયાન-3 કાચબાની જેમ ધીમે ધીમે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં સક્ષમ હતું.