ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જુનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ગિર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા જૂનાગઢ જિલ્લાનાં લાખો યુવાઓમાં ભારતિય મૂલ્ય શિક્ષણનું સિંચન થઈ રહ્યું છે. ત્યારે સિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડી એન્ટ્રસ્ટ ટેસ્ટ માટે 365 યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જે પૈકી આજે 289 યુવાઓએ પીએચડીની લાયકાત પ્રાપ્ત કરવા માટે એન્ટ્રસ્ટ ટેસ્ટ આપી હતી. અને આ એન્ટ્રસ્ટ ટેસ્ટમાં 76.71% ઉપસ્થિતિ રહ્યા હતા. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.)ચેતન ત્રિવેદી દ્વારા પી.એચડી. પ્રવેશ પરીક્ષા સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈ પરીક્ષા પદ્ધતિ અંગે જાણકારી મેળવી હતી. પરીક્ષા પદ્ધતિ સંપૂર્ણ પારદર્શક રીતે લેવાયેલી હતી.
ઓનલાઇન મોડથી લેવાયેલી પરીક્ષામાં સંપૂર્ણ સલામતી, પ્રશ્ન પેપરનું કોમ્પ્યુટર પર જવાબી કરણ, ઉમેદવારને કોઈ પરીક્ષા સંદર્ભે પ્રશ્ન સંચય રહે તો તેમનું સમય મર્યાદામાં જ નિરાકરણ, અને પરીક્ષાર્થી પોતાનું જ પરિણામ ત્વરિત રીતે નિહાળી શકે એટલી પારદર્શી વ્યવસ્થા નિહાળી ડો.ચેતન ત્રિવેદીએ પરીક્ષા સંચાલન સમિતિના પ્રો.(ડો.) ફિરોજ શેખ, ડો. મયંક સોની, ડો. નિશિત ધારેયા, ડો.અતુલ બાપોદરા સહિત પરીક્ષા કાર્ય સાથે સંકળાયેલા ભક્ત કવિ યુનિવર્સિટીના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. સંપૂર્ણ રીતે પારદર્શક પરિસ્થિતિમાં લેવાયેલી પરીક્ષાથી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની સંચય કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેવી એક પણ બાબત ન રહે તેની તકેદારીથી લેવાયેલ પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ અને એક નવો અભિગમ રહ્યો હતો.