આજી-1માં 700 MCFT પાણીનો જથ્થો ઠલવાયો: મેયર
મહાપાલિકાના સત્તાધીશો દ્વારા નર્મદા નીરના વધામણા કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળાશયોના ઉનાળામાં તળિયા દેખાવા લાગે છે, ત્યારે સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમનું પાણી લેવામાં આવે છે. રાજકોટ શહેરમાં મનપા તંત્ર દ્વારા લખવામાં આવેલા પત્રના 42 દિવસ બાદ રાજકોટના આજી-1 ડેમમાં પાણી પહોંચ્યું છે. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, આજી-1માં 700 અને ન્યારી-1 માં 300 MCFT પાણીનો જથ્થો ઠલવાય રહ્યો છે.
એક હજાર MCFT સૌની યોજનાનું પાણી આપવાની જાહેરાત કરવામાં વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહિના પૂર્વે સૌની યોજના મારફત નર્મદાનાં નીર આપવાની માંગ રાજ્ય સરકારને કરવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ એક પણ દિવસ પાણીકાપની પરિસ્થિતિ ન સર્જાય તે માટે એક હજાર MCFT સૌની યોજનાનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -
વધુમાં જણાવ્યું હતું કે,જે અંતર્ગત હાલ પ્રારંભિક તબક્કે રાજકોટના આજી ડેમ-1માં 700 MCFT પાણી સૌની યોજના મારફત નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં જરૂર જણાશે ત્યારે ન્યારી-1 ડેમમાં પણ 300 MCFT પાણી નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મોડીરાત્રે નર્મદા નીર આજી ડેમમાં પહોંચતા.
આજરોજ મનપાના સત્તાધીશો દ્વારા નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.