ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ સાથે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમ્યાન નારી વંદન સપ્તાહ ઉજવણી કરવામાં આવે છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની શેઠ.એમ.પી.ગર્લ્સ હાઇસ્કુલ ખાતેથી ટાવર સુધી રેલી યોજાઈ હતી. આ રેલી શેઠ.એમ.પી.ગર્લ્સ હાઇસ્કુલ ખાતેથી ટાવર ખાતે સંપન્ન થઇ હતી. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો સહિતના સૂત્રો થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યા હતા.