જુનાગઢ સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત મહિલા ફેડરેશન અને ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા એક નારીશક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર સંવાદદાતા
લોકસભા અને વિધાનસભા માં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવા બદલ આજે જૂનાગઢની 33 જેટલી મહિલા સંસ્થા દ્વારા ધન્યવાદ સમારોહ યોજાયો. આ પ્રસંગેમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સ્મૃતિચિન્હ અર્પણ કરી માનભેર પોખણા કરવામાં આવ્યા હતા. નારી શક્તિ વંદન બિલ અને મહિલા લક્ષી વિવિધ યોજનાઓની ઉતમ માહિતી અપાય બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નારી શક્તિને વંદન કરતા જણાવ્યું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિ હંમેશા અગ્રસ્થાને રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ નારી શક્તિ વંદન બિલ -2023 પસાર કરીને નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આપ સૌવતી પ્રધાનમંત્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ત્યારે આ કાર્યક્રમમાં આગેવાનો સહિત મહિલા હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.