નરેન્દ્ર મોદીએ સતત 4,078 દિવસ કાર્યકાળ પૂર્ણ કર્યો, ઇન્દિરા ગાંધીના રેકોર્ડને તોડી નાખ્યો અને ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા બિન-કોંગ્રેસી વડા પ્રધાન તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું.
પીએમ મોદી એક જ કાર્યકાળમાં સૌથી વધુ સમય સેવા આપનારા ભારતના બીજા વડા પ્રધાન બન્યા
- Advertisement -
25 જુલાઈ, 2025ના રોજ ઈન્દિરા ગાંધીના 4,077 દિવસના રેકોર્ડને વટાવી ગયો
બે પૂર્ણ કાર્યકાળ અને સ્પષ્ટ બહુમતી સાથે સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર બિન-કોંગ્રેસી પીએમ
1947 બાદ જન્મ્યા હતા વડાપ્રધાન મોદી
- Advertisement -
રાજ્ય અને કેન્દ્રને મિલાવીને નરેન્દ્ર મોદીએ 24 વર્ષ સુધી સરકારનું નેતૃત્ત્વ કર્યું. નરેન્દ્ર મોદી 1947 પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે અને બિન-હિન્દીભાષી રાજ્યમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા સેવા આપી ચુક્યા છે.
નોંધનીય છે કે, ઈન્દિરા ગાંધી 24 જાન્યુઆરી, 1966 થી 24 માર્ચ 1977 સુધી સતત 4077 દુવસ સુધી વડાંપ્રધાન રહ્યા હતાં. જોકે, મોદીએ 25 જુલાઈ, 2025ના દિવસે પોતાના કાર્યકાળના 4078 દિવસ પૂર્ણ કર્યા છે.
રાજ્ય અથવા કેન્દ્રમાં લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સૌથી લાંબો કાર્યકાળ એક સિદ્ધિ છે.
સૌથી લાંબા સમય સુધી પદ પર રહેતા બિન-કોંગ્રેસી વડાપ્રધાન
વડાપ્રધાનના રૂપે તેમના કાર્યકાળમાં અમુક અન્ય રસપ્રદ તથ્યો પણ સામેલ છે. હકીકતમાં, તે પહેલાં અને એકમાત્ર એવા વડાપ્રધાન છે, જેનો જન્મ ભારતની આઝાદી બાદ થયો. તેઓ સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન છે.
હવે વડાપ્રધાન મોદીના આગળ ફક્ત જવાહરલાલ નહેરૂ
નોંધનીય છે કે, સતત સૌથી વધુ દિવસ વડાપ્રધાન રહેનારા વડાપ્રધાનમાં દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ટોચ પર છે. તે 15 ઓગસ્ટ, 1947થી 27 મે 1964 સુધી એટલે કે, સતત કુલ 6124 દુવસ આ પદ પર રહ્યા. વડાપ્રધાન મોદીને આ રેકોર્ડ તોડવા માટે હજુ 2048 દિવસના કાર્યકાળની જરૂર છે.