8 ઓગષ્ટ 2021ના રોજ પોતાની રાજકીય યાત્રાના 20 વર્ષ પૂર્ણ કરનાર નરેન્દ્ર મોદી વિશે એ વાત ન માનશો કે આ વ્યક્તિએ ક્યારેક ચા વેચી હશે કે તેમની માતાએ ક્યારેક બીજાના ઘરનાં વાસણ સાફ કર્યા હશે.
એ વાત પણ ન માનશો કે આ વ્યક્તિ ભૂતકાળમાં હિમાલયમાં જીવન જીવી આવ્યો હશે. એ વાતનો પણ વિશ્વાસ ન કરશો કે આ વ્યક્તિએ રાજકારણમાં ઊંચાઈઓ હાંસલ કરવા એક સમયે પક્ષનાં કાર્યક્રમોમાં ખુરશી અને ગાદલાં પાથર્યા હશે. નેતાઓ-કાર્યકર્તાઓનાં કપડાં ધોયા હશે. લેકિન, ક્ધિતુ, પરંતુ એ વાત તો માનશોને કે આ વ્યક્તિએ એક એવા ગરીબ અને પછાત પરિવારમાં જન્મ લીધો છે જે વ્યક્તિના પરિવારમાંથી કે સગાસંબંધીઓમાંથી કોઈપણ રાજકારણ કે વેપારજગત સાથે જોડાયેલું ન હતું, એ વાત પણ માનશોને કે આ વ્યક્તિ કોઈ જ મોંઘી સ્કૂલ કે કોલેજમાં ભણવા પણ નથી ગઈ, એમનો કોઈ એવો ગોડફાધર પણ ન હતો જે તેમના વ્યક્તિત્વને પારખી યોગ્ય પડાવ કે મુકામ સુધી પહોંચાડવામાં મદદ કરે. આટલું માનવા કે ન માનવા છતાં પણ..
તમે આ વ્યક્તિનો આત્મવિશ્વાસ, ઈરાદાઓ, હિંમત અને લક્ષ્ય જૂઓ તો તમને ખ્યાલ આવશે કે જાહેર જીવનમાં તેમણે પોતાની જાતને ક્યારેય નીચી, ગરીબ, પછાત, અશિક્ષિત કે દયાને પાત્ર બનવા નથી દીધી. જીવનમાં તેમણે જે પણ પ્રાપ્ત કર્યું તે માત્ર પોતાની મહેનત અને જીદથી મેળવ્યું છે. તેમના મજબૂત ઈરાદા અને ઈચ્છાશક્તિમાં એકવીસ વર્ષ પહેલા જે દૃઢતા હતી તે જ દૃઢતા આજે પણ છે, જે દેશપ્રેમ, રાષ્ટ્રભાવ, જનસ્નેહ વર્ષો પહેલાં હતા તે આજે પણ એટલા જ પ્રમાણમાં જોવા મળે છે. આ જ કારણોસર હાવર્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીઓની કોઈપણ ડિગ્રી મેળવ્યા વિના કે ડિપ્લોમાનો અભ્યાસ કર્યા વિના આ વ્યક્તિ એક ગરીબ મજૂરથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધી દરેકને પૂરા આત્મવિશ્વાસ સાથે મળી શકે છે, શિષ્ટતા, શાલિનતાથી તેમનાં સ્તર-કક્ષા મુજબ વાતચીત કરી શકે છે, સૌ સમક્ષ આપણી સંસ્કૃતિ, ધર્મ અને સમાજને કેન્દ્રમાં રાખીને એક મજબૂત, સમૃદ્ધ અને આશાઓથી ભરેલા નવા ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આ વ્યક્તિ ભાષા, જ્ઞાન અને ટેકનોલોજીનો પણ બધી જ પ્રકારે ઉપયોગ કરીને આગળ વધે છે કે જેનો સ્વીકાર કરવામાં એક સામાન્ય માણસ અચકાતો હોય છે. તેમણે ટ્વીટર, ફેસબૂક અને ઈન્સ્ટ્રાગ્રામ જેવા પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવવા માટે ભારતીય રાજકારણના ટોચના નેતૃત્વને ફરજ પાડી છે. આ વ્યક્તિ તેના સમયથી ચાર ડગલાં આગળ ચાલીને આજે ટેલી પ્રોમ્પ્ટરથી વાત કરે છે, ટેકનોલોજીના માધ્યમથી મંચ પર ચાલતા-ચાલતા દેશના કરોડો લોકો સાથે સંવાદ કરે છે, ટેલીકોન્ફરન્સ દ્વારા દેશના ગરીબો, ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વેપારીઓ સાથે સીધી વાતચીત કરી સમસ્યાઓનું સમાધાન મેળવે છે અને તેમના પ્રશ્નોના જવાબ આપે છે, બ્લોગ લખે છે, સતત ટીવી અને અખબારોને ઈન્ટરવ્યૂ આપે છે, રેડિયો પર ’મન કી બાત’ જેવા પ્રોગ્રામ દ્વારા લોકોની સાથે જોડાય છે.
- Advertisement -
આ વ્યક્તિ જે કામ નથી કરતી એ કામ પણ જાણવા યોગ્ય છે. તેઓ જનસભામાં પોતાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને નથી દેખાડતા, તેઓ બુલેટ પ્રુફ અરીસાની પાછળ કે કાગળમાં જોઈને ભાષણ નથી આપતા, તેઓ વિશ્વની કોઈપણ ચર્ચામાં વાત કરતા અટકતા-ખચકાતા નથી, તેઓ તેમની રેલીઓ બાદ કૂદકો લગાવી સ્ટંટ નથી કરતા. તેઓ બીજા નેતાઓની જેમ ગોળ-ગોળ નહીં પણ એક અનુભવી નેતાની માફક કોઈપણ લોભ-લાલચ આપ્યા વિનાની સ્પષ્ટ-સત્ય-સીધી વાત કરે છે, તેઓ તેમના કોઈપણ કાર્યક્રમમાં અસ્તવ્યસ્ત દાઢી-વાળ કે કપડાં સાથે નથી જતા અને સૌથી મહત્વનું કે તેઓ રાજકારણમાં ટાઈમપાસ માટે નહીં પરંતુ એક ચોક્કસ વિઝન-મિશનથી જોડાયેલા છે. તેમના રાજકારણની ડિક્ષનરીમાં બ્રેક, ઈન્ટરવલ કે રેસ્ટ જેવા શબ્દોને કોઈ સ્થાન નથી અને આ કારણે જ પોતાના વીસ વર્ષના રાજકીય કાર્યકાળમાં તેમણે બસો વર્ષ બરાબર કામ કરીને બતાવ્યું છે. અનેક કારણોસર એક ભારતીય નાગરિક તરીકે મોદીજીએ તેમના મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી તરીકેના શાસનકાળ દરમિયાન ગુજરાત-ભારત માટે વીસ વર્ષોમાં જે કઈપણ વિકાસના કામો કર્યા છે, તે આવનારા બસો વર્ષો સુધી પણ ભૂલી શકાય તેમ નથી કે કોઈ કરી શકે તેમ નથી. આ વ્યક્તિ પોતાના કામ, સમય અને યોજનાઓને લઈને કેટલો જાગૃત છે તેની ઝલક આપણે એનાં દરેક કાર્યક્રમોમાં જોઈએ છીએ કે જેમાં તેમની હાજરી હોય છે. મોદીજીના દરેક કામ પાછળ અનુભવ અને અભ્યાસનો નિચોડ જોવા મળે છે. માટે જ તેઓ મુશ્કેલ કામના બાદશાહ માનવામાં છે. બે દસકામાં દુનિયાના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીની 20 વર્ષીય રાજકીય કારકિર્દી ન ભૂતો.. ન ભવિષ્યતિ છે.
આજની ખાસ ખબરો…
- ગાંધીનગર મનપાની ચૂંટણીમાં હાર બાદ આપના નેતાઓ મૌન: હાર અંગે એકપણ નેતાની પ્રતિક્રિયા આપવા સ્પષ્ટ ના
- રાજકોટ જિલ્લામાં વરસાદથી 1500 હેક્ટરમાં બાગાયતી પાકને નુકસાન : લોધિકા અને ગોંડલ પંથકના ખેડૂતોને વધુ નુકસાન
- ગુજરાત કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણીનું સ્વાગત : અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર
- સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ : મંગળવારે
બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા જોરદાર વરસાદ પડ્યો - ધો. 1થી 5માં શાળા શરુ કરવા અને ખેડૂત સહાય મુદ્દે લેવાઈ શકે છે નિર્ણય : મુખ્યમંત્રી પટેલ સરકારની આજે કેબિનેટ બેઠક
- વિદ્યાર્થીઓને રાહત : જૂના પેટર્ન અનુસાર જ લેવાશે NEET 2021 પરીક્ષા : આવતા વર્ષે લાગુ થશે નવી પેટર્ન
- યોગી સરકારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય ત્રણ લોકોને લખીમપુર ખીરી જવા માટે પરવાનગી આપી : લખીમપુરમાં સ્થિતિ સંવેદનશીલ
- કેડિલાની વેક્સિનને ત્રીજી ટ્રાયલની મંજૂરી : ત્રણ ડોઝવાળી વેક્સિનને મંજૂરી મળ્યા બાદ કેડિલા બે ડોઝવાળી વેક્સિનની મંજૂરી મેળવવા માગે છે
- કોરોનાથી રાહત : છેલ્લા 203 દિવસમાં સૌથી ઓછા એકટીવ કેસ : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18833 કોરોનાના કેસ નોંધાયા
- આ મહિને લોન્ચ થઈ શકે છે 10થી વધારે IPO : નાયકા, નોર્ધર્ન આર્ક કેપિટલ, ફિનકેયર સ્મોલ ફાયનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંક વગેરેના IPO આવશે
- દક્ષિણના રાજ્યોમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી : તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને લક્ષદ્રીપના વિસ્તરોમાં વરસાદની શક્યતા
- શ્રીનગરમાં હિંદુ, બિહારી સહિત 3 લોકોની ખુલ્લેઆમ હત્યા: આતંકીઓએ સામાન્ય નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા
- ભારતીય હોકી ટિમ યુકેમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં નહીં રમે : કોરોનાના વધી રહેલા કેસોને કારને લેવામાં આવ્યો નિર્ણય
- આઈપીએલમાં બે નવી ટિમને સમાવવા ટેન્ડર બહાર પડ્યું : આઈપીએલ 2022માં આઠને બદલે દસ ટિમ ભાગ લેશે
- ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનશે : 114 મલ્ટીરોલ ફાઈટર વિમાનની ખરીદી કરાશે : 1.25 લાખ કરોડનો ખર્ચ થશે
- ન્યૂઝીલેન્ડમાં વિદેશી નાગરિકો માટે 1 નવેમ્બરથી રસીના બન્ને ડોઝ ફરજિયાત : રસી લેવા છતાં ન્યૂઝીલેન્ડમાં 14 દિવસનું આઈસોલેશન તો રહેશે જ
- ભૌતિકશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત : સ્યુકુરો મનાબે, ક્લાઉસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને નોબેલ પુરસ્કાર મળશે