મૃતક બાળાના કાકાનો મિત્ર હોઈ તેના ઘરે આવતો જતો હોવાથી નજર બગડી હતી
દુષ્કર્મ આચર્યા બાદ તેણી પરિવારને જાણ કરશે તેવા ડરનાં કારણે બોથડ પદાર્થનાં ઘા ઝીંકી પતાવી દીધી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગત તારીખ 27 જૂનની સાંજે આજી ડેમ ચોકડી તરફ જતાં રસ્તે આવેલા યુવરાજનગર ખાતેથી લાકડા વીણવા ગયા બાદ લાપતા થયેલી તરુણીની ત્રીજા દિવસે અમુલ ઇન્ડસ્ટ્રીઝના બંધ કારખાનામાંથી અર્ધનિર્વસ્ત્ર હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ખોફનાક મર્ડર મિસ્ટ્રીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને તરુણી સાથે પરિવારનાં પરિચિત્તે જ દુષ્કર્મ આચર્યા બાદ તેણી પરિવારને જાણ કરશે તેવા ડરનાં કારણે બોથડ પદાર્થનાં ઘા ઝીંકી પતાવી દીધી હોવાનું સામે
આવ્યું છે.
હત્યા કર્યા બાદ આરોપી પણ બાળકીની શોધખોળ કરવામાં જોડાઈ ગયો હતો. જોકે પોલીસે જયદીપ ઉર્ફે જયું ઉમેશભાઈ પરમાર નામના શખ્સની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલનાં જણાવ્યા અનુસાર ગત 27 જૂને સાંજે બળતણના લાકડા વિણવા ઘરેથી નિકળેલી તરૂણી લાપતા થયાની ઘટના સામે આવી હતી જેને લઈને પોલીસે તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન 29 જૂને તેણીની લાશ મળી આવતા આ મામલો હત્યામાં પલટાયો હતો. જેને પગલે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કમિશ્નરે જઈંઝની રચના કરી હતી. જેમાં સાઇબર ક્રાઇમના એ.સી.પી વિશાલ રબારીની અધ્યક્ષતામાં ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ વાય.બી. જાડેજા અને આજી ડેમ પોલીસ મથકનાના પી.આઈ એલ.એલ. ચાવડા તથા તેમની ટીમ દ્વારા રાત-દિવસની જહેમત બાદ પડકારજનક મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો હતો.
- Advertisement -
તપાસ અધિકારીઓ દ્વારા છેલ્લા 4 દિવસથી તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 40થી વધુ શકમંદોની પૂછપરછ પણ કરવામાં આવી હતી. બાદમાં હ્યુમન રિસોર્સનાં આધારે ઘટનાને અંજામ આપનારો જયદીપ ઉર્ફે જયું ઉમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આરોપી આ બનાવની ફરિયાદ નોંધાવવામાં આવતા બાદમાં મોબાઈલ બંધ કરી ફરાર થયો હોવાનું સામે આવ્યું હતું. આરોપી અંગેની માહિતી મળતા ઙજઈં એ. એન. પરમાર અને કે. ડી. પટેલ દ્વારા રીક્ષા પેસેન્જરનો વેશધારણ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો.