રતન ટાટાએ જે સૌથી સાહસિક પ્રોજેકટસનો પ્રયાસ કર્યો હતો તેમાં, નેનો કદાચ તેમનાં હૃદયની સૌથી નજીક હતી. ટાટા દ્વારા 2000ના દાયકાની શરૂઆતમાં આ કારની કલ્પના કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય મધ્યમ-વર્ગના ભારતીયોને સલામત અને સસ્તું ફોર-વ્હીલર પ્રદાન કરવાનો હતો. ટાટાએ મે 2022માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે સતત ભારતીય પરિવારોને સ્કૂટર પર જતાં જોતાં હતાં. બાળક માતા અને પિતા વચ્ચે બેસે ઘણીવાર લપસણા રસ્તાઓ પર સવારી કરે આ જોઈને તેમણે સસ્તી કાર બનાવવાની પ્રેરણા આપી હતી.
નેનોને સ્થાનિક ભાષામાં ‘લખ્તાકિયા’ કાર (રૂ. 1 લાખ) તરીકે ઓળખવામાં આવી હતી, અને તેને માર્ચ 2009 માં ટાટા દ્વારા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કરવામાં આવી હતી. તેનું સૌપ્રથમવાર નવી દિલ્હીમાં 2008 ના ઓટો એક્સપોમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. નેનોએ શરૂઆતમાં બુકિંગનો પૂર જોયો હતો, તે ટૂંક સમયમાં વિવાદોમાં ફસાઈ ગઈ હતી. યાંત્રિક સમસ્યાઓનાં કારણે આગનાં છૂટાછવાયાં બનાવોને કારણે તેને અસુરક્ષિત કાર ગણવામાં આવી હતી.
- Advertisement -
રતન ટાટાએ એક ટીવી ઇન્ટરવ્યુમાં પોતે સ્વીકાર્યું હતું કે ગરીબ માણસની કાર હોવાની તેની છબી “કલંક” તરીકે કામ કરી હતી.