વડાપ્રધાન મોદીની સંઘર્ષગાથા અને યશોગાથા વર્ણવતો કૌશલ્ય, આકર્ષક વેશભુષા અને જીવંત નાટ્ય સાથે શો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તા. 17 સપ્ટેમ્બરના રોજ 75 વર્ષ થતાં હોઈ તેમણે રાષ્ટ્ર વિકાસ માટે કરેલ સંઘર્ષ, સમર્પણ અને બલિદાન તેમજ આપેલ અમુલ્ય યોગદાનથી સમગ્ર દેશની જનતા માહિતગાર થાય અને તેમનામાંથી પ્રેરણા લઈ તેમના માં રાષ્ટ્ર ભાવના અને દેશ પ્રેમ પ્રબળ બને તે માટે સમગ્ર દેશના ચુંનિદા શહેરોમાં ” નમોત્સવ ” મેગા મ્યુઝીકલ મલ્ટીમીડીયા શો નું આયોજન એન.જી.ઓ. ફેડરેશન દ્વારા રાજકોટના પ્રસિદ્ધ હાસ્ય અને લોકસાહિત્ય કલાકાર સાંઈરામ દવેની સમગ્ર ટીમના માધ્યમથી આગામી તા. 14 સપ્ટેમ્બર 2025ને રવિવારે સાંજે 7 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટ્ય સાથે મોદીજીના જીવન નાં વિવિધ પ્રસંગોનું રસાળ નાટ્યરૂપાંતરણનું દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે. રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજૂ થશે.