રાજકોટમાં 11.3, અમરેલી 13, ભાવનગર 14, જામનગરમાં 14.પ ડિગ્રી : લોકો ગરમ વસ્ત્રોમાં ઢંકાયા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી જામવા લાગી છે. આજે પણ કચ્છથી માંડી રાજકોટ સુધી ઠંડીનું મોજુ ફરી વળ્યું હોય તેવો અનુભવ લોકોએ કર્યો છે. ગઇકાલે નલિયામાં તાપમાન ગગડીને 7.6 ડિગ્રી નોંધાયું હતું.
- Advertisement -
જે આજે વધુ નીચે ઉતરીને 6.4 ડિગ્રી થતા કચ્છમાં લોકો ધ્રુજયા હતા. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર સહિતના શહેરોમાં ઠંડીનું મોજુ દેખાયું છે. રાજકોટમાં આજે ન્યુનતમ તાપમાન 11.3, અમરેલીમાં 13, ભાવનગરમાં 14.7, પોરબંદરમાં 14.5 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં 13.7, વડોદરા 10.2, ડિસા 10.3, દ્વારકા 15.6, ઓખા 20.5, વેરાવળ 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જામનગર
જામનગરમાં છેલ્લા 24 કલાકમાં ડિગ્રીની દ્રષ્ટિએ તાપમાનમાં કોઇ ફેરફાર થયો ન હોવા છતા પવનની ગતિ ડબલ થવાને કારણે લોકો થથરી ઉઠયા હતા. જામનગરમાં ગઇકાલે લઘુત્તમ તાપમાન 14.5 ડિગ્રી રહ્યું હતું જેની સામે આજનું લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાન અઢી ડિગ્રીના ઘટાડા સાથે આજે 26 ડિગ્રી ઉપર રહ્યું હતું. જયારે હવામાં ભેજનું પ્રમાણ 4 ટકાના ઘટાડા સાથે 48 ટકા જેટલું નોંધાયું હતું. જામનગરના તાપમાનમાં 24 કલાકમાં મોટો ફેરફાર પવનની ગતિમાં નોંધાયો હતો. ગઇકાલે સવારે પુરા થતા 24 કલાક દરમ્યાન પવનની મહત્તમ ગતિ પ્રતિકલાક 4.7 કિલો મીટર રહી હતી. જેની સામે આજે સવારે પુરા થતા 24 કલાકમાં પવનની ગતિ 100 જેટલા વધારા સાથે 8.6 કિલો મીટર પ્રતિકલાક નોંધાઇ હતી.
આમ કાતિલ પવનને કારણે વાતાવરણમાં જબરી ઠંડક જોવા મળી હતી. ખાસ કરીને ગઇરાત્રે 9 વાગ્યા બાદ પવનની ગતિમાં વધારો થયો હતો અને આ ઠંડા પવનનો દૌર આજ સવારે પણ યથાવત જોવા મળ્યો હતો જેને કારણે લોકોને ગરમ વસ્ત્રમાં લપેટાવાની ફરજ પડી હતી.
- Advertisement -
ભાવનગર
આજે મંગળવારે ભાવનગરમાં લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું હતું. ઠંડો પવન ફૂંકાતો હોય નગરજનોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ગરમ કપડાનો સહારો લીધો હતો. આજે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી રહેવા પામ્યું હતું. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ડિગ્રી 55% રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
અમરેલી
અમરેલી શહેર ઉપરાંત જિલ્લામાં શિયાળાનો રંગ જામતો જાય છે. ઓ હજે માગશર મહીનામાં દિનપ્રતિદિન ઠંડીમાં વધારો થઈ રહૃાો છે. આજે સવારથી જ સવારનાં સમયે ઠંડા પવન શરૂ થતાં સૌને ધ્રુજાવ્યા બાદ દિવસ દરમિયાન ઠંડીનો માહોલ રહેતા જનતા જનાર્દન ધોળે દિભએ ગરમ કપડા પહેરવા મજબુર બની છે.
આગામી દિવસોમાં પણ ઠંડીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અમરેલી ખાતે મહતમ તાપમાન 27.0, લઘુતમ તાપમાન 13.0 ભેજનું પ્રમાણ 45 ટકા અને પવનની ગતિ 9.6 કી.મી. નોંધાયેલ છે. થ્યારે શેત્રુજી નદીના કાંઠે વસેલા ધારી ગામે પણ આજે લઘુતમતાપમાન 12 ડીગ્રી નોંધાતા સો કોઈએ શિયાળાની ઋતુનો અનુભવ કર્યો હતો.