ભારતની મહાન બોક્સર મેરી કોમે અચાનક રિટાર્યમેન્ટની વાત જાહેર કરતા હટકંપ મચી ગયો હતો. મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા અનુસાર, આ ઓલમ્પિક એવોર્ડ વિજેતા બોક્સરે રિટાર્યમેન્ટ લઇ લીધો છે. જેને લઇને સૌ હેરાન હતા, પરંતુ મેરી કોમે આ બાબતે નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે રિટાર્યમેન્ટ નથી લીધો. જયારે તેણી રિટાર્યમેન્ટ લેશે ત્યારે સૌને જણાવશે.
જો કે, તેમણે કહ્યું હતું કે, મને હજુ પણ ઇચ્છા છે, પરંતુ દુર્ભાગ્યવસ મારી ઉંમરની મર્યાદાના કારણે કોઇપણ ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકતી નથી. હું વધારેમાં વધારે મેચ રમવા માંગુ છું, પરંતુ મને રમત છોડવા માટે મજબૂર કરવામાં આવી રહી છે. મારે રિટાર્યર થવું પડશે. મેં મારા જીવનમાં ઘણું મેળવ્યું છે.
- Advertisement -
6️⃣-time World Champion and Olympic medallist, Mary Kom, has announced her retirement from Boxing, citing age limit!! 🇮🇳🥊
Thank you Mary, Queen of Indian Boxing! ❤️💐#Boxing #MaryKom pic.twitter.com/Wu8HIWqQuD
— Khel Now (@KhelNow) January 24, 2024
- Advertisement -
મેરી કોમે આરોપ લગાવ્યો કે, તેમના આ નિવેદનને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે. તેમની પાછળની સમગ્ર વાર્તા પણ લોકોને દેખાડવામાં આવે.
તેમણે વધુમાં કહ્યું કે, હું 24 જાન્યુઆરીના ડિબ્રુગઢમાં એક સ્કૂલના કાર્યક્રમાં ભાગ લેવા ગઇ હતી. ત્યારે હું બાળકોને પ્રેરણા આપી રહી હતી. મને હજુ પણ રમતમાં વધુ શ્રેષ્ઠ બનવાની ઇચ્છા છે, પરંતુ ઓલમ્પિકમાં ઉંમરના કારણે ભાગ લઇ શકતી નથી. જો કે, હું રમત જાહેર રાખું છું. હું અત્યારે પણ મારી રમત પર ધ્યાન આપું છું અને જયારે પણ રિટાર્યમેન્ટ લઇશ ત્યારે જાણકારી આપીશ.
"It's over": Star India boxer Mary Kom draws curtain on remarkable career
Read @ANI Story | https://t.co/yOoAh75p63#MaryKom #boxer #retirement pic.twitter.com/EF8K08B0mF
— ANI Digital (@ani_digital) January 24, 2024
જણાવી દઈએ કે કોમ 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહ્યા છે અને એમને પોતાના જીવનમાં અપાર સફળતા હાંસલ કરી છે. મેરી કોમ છેલ્લે 2022 કોમનવેલ્થ ગેમ્સ માટે ટ્રાયલ દરમિયાન એક મેચમાં બોક્સિંગ રિંગમાં પ્રવેશી હતી. તે મેચમાં એમના ઘૂંટણમાં ઇજા પહોચી હતી અને આ બાદ તેઓ કોઈ મેચમાં જોવા મળ્યા નહતા.
મેરી કોમ વિશ્વની પ્રથમ મહિલા બોક્સર છે, જેણે છ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તે જ સમયે, મેરી કોમ 2014 એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા છે. તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય મેરી કોમ 5 વખત એશિયન ચેમ્પિયનશિપ જીતનારી એકમાત્ર ખેલાડી છે.