દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિની સંપત્તિ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશની જીડીપી કરતા પણ વધી ગઈ
ટેસ્લા – સ્પેસએકસના સીઈઓ એવા મસ્કની સંપત્તિ 4 જ દિવસમાં 150 અબજ ડોલર વધી ગઈ : સુપ્રિમ કોર્ટે પેકેજ કેસમાં તરફેણમાં ચુકાદો આપતા ‘જેકપોટ’ લાગ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.22
દુનિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ એલેન મસ્કની સંપતિ જાણે કે દિવસે ન વધે એટલી રાત્રે વધે છે. છેલ્લા ચાર દિવસમાં તેમની સંપતિમાં અસામાન્ય વધારો થયો છે અને પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ જેવા દેશોની જીડીપી કરતા પણ વધી ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં જ તેમની નેટવર્થ 150 અબજ ડોલર (13.46 લાખ કરોડ) વધીને 750 અબજ ડોલર (67.18 લાખ કરોડ) પર પહોંચી ગઈ છે. નેટવર્થના આ આંકડો હાંસલ કરનાર એલોન મસ્ક દુનિયાના પ્રથમ વ્યક્તિ છે. આ પુર્વે 16 ડીસેમ્બરે મસ્કની સંપતિ 600 અબજ ડોલર (54 લાખ કરોડ) થઈ હતી. આ પછી ડેવલોપર સુપ્રિમ કોર્ટે એક કેસમાં તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેમાં અદાલતે ટેસ્લા પે પેકેજ 56 બિલિયન ડોલરથી વધારીને 139 અબજ ડોલર કરી દેતા નેટવર્થમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો. ફોર્બ્સ બિલિયોનર ઈન્ડેકસમાં મસ્કની નેટવર્થ 649 અબજ ડોલર દર્શાવવામાં આવી રહી છે જે ભારતના ટોચના 40 ધનવાનોની સંયુક્ત સંપતિ જેટલી છે. આ ઉપરાંત મસ્ક પછીના ક્રમે આવતા લૈરી પેજ (252.6 અબજ ડોલર), લૈરી એલિશન (242.7 અબજ ડોલર) તથા જેફ બેજોસ (209.4 અબજ ડોલર)ની સંયુક્ત સંપતિ કરતા પણ વધુ છે. 2018માં ટેસ્લા દ્વારા મસ્કને 56 અબજ ડોલરનુ સ્ટોક ઓપ્શન પેકેજ આપવામાં આવ્યું હતું. 2024માં લોઅર કોર્ટે તે રદ કરી નાખ્યુ હતું. પરંતુ તાજેતરમાં ડેલોવેપર સુપ્રિમ કોર્ટે તે બહાલ કરી દીધુ હતું. આ પેકેજ હવે 139 અબજ ડોલરનુ થયુ છે જેને પગલે સંપતિમાં જંગી ઉછાળો નોંધાવા પ્રથમવાર સંપતિનો આંકડો 700 અબજ ડોલરને પાર થયો હતો. રિપોર્ટ પ્રમાણે કંપનીમાં આંતરિક વેચાણમાં સ્પેશ એકસની વેલ્યુએશન 800 અબજ ડોલર થઈ છે. મસ્ક પાસે તેના 42 ટકા શેર છે. કંપની 800 અબજ ડોલરના વેલ્યુએશન પર શેરબજારમાં લીસ્ટ થાય તો મસ્કના તેમાં 336 અબજ ડોલર થવા જાય છે.
આ ઉપરાંત ટેસ્લાના શેરના ભાવમાં વધારો તથા નવેમ્બર 2025માં મસ્કને 1 ટ્રીલીયન ડોલરના પેકેજની મંજુરીથી પણ સંપતિમાં વૃદ્ધિ થઈ હતી તેનાથી મસ્કની સંપતિમાં 340 અબજ ડોલરનો વધારો થયો હતો. ટેસ્લામાં મસ્કનો શેરહિસ્સો 12 ટકા છે. તેનાથી પણ સંપતિમાં વૃદ્ધિ થઈ છે. ચાલુ વર્ષે ટેસ્લાના શેરમાં 13 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત તેમના આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સ્ટાર્ટઅપની વેલ્યુએશન 230 અબજ ડોલર છે. 15 અબજ ડોલરની નવી મુડી એકત્રીત કરનાર છે.
માત્ર 12 વર્ષની ઉંમરે વિડીયો ગેમની પ્રથમ કમાણી: 1999થી સડસડાટ પ્રગતિ
એલોન મસ્ક ટેસ્લા તથા સ્પેસ એક્સના સીઇઓ છે. માત્ર 10 વર્ષની ઉંમરમાં કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ શીખ્યા હતા અને 12 વર્ષની ઉંમરે ‘બ્લાસ્ટર’ નામક વીડીયો ગેમ બનાવીને 500 ડોલરમાં વેચી હતી. જે તેમની પ્રથમ કમાણી હતી. 1995માં જિપ-2 નામક સોફટવેર કંપની બનાવી હતી. 1999માં 307 મીલીયન ડોલરમાં કોમ્પેક કંપનીએ ટેકઓવર કરી લીધી હતી અને ત્યારથી મસ્કની અસલી બિઝનેશ સફર શરુ થઇ હતી. 1999માં પેપાલ સ્થાપી હતી. જે 2002માં ઇબેએ ખરીદી લીધી હતી. તેમાં મસ્કના 180 મીલીયન ડોલર મળ્યા હતા અને પછી સ્પેશએક્સ સ્થાપી હતી. ટેસ્લામાં તેમણે પ્રારંભિક રોકાણ કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું હતું અને તેના આધારે ચેરમેન બન્યા હતા. 2016માં તેમણે ન્યુરાલીંકની સ્થાપના કરી હતી.



