ત્રણ સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી, પરીવારમાં કાળો કલ્પાંત
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના છેવાડાના ગામ એવા ટીકર ગામે રણના ઢસી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીની લાશ મળી આવી છે જે બનાવની હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક રાત્રીના સમયે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ બંને મૃતદેહોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા જ્યારે આ બનાવમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી તો બનાવના પગલે મોટી સંખ્યામાં પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે એકસાથે બે વ્યકિતના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.
- Advertisement -
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના ટીકર રણની ઢસી પાસેથી શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે જેમાં શૈલેષ નાગરભાઈ (ઉં.વ.32) અને સરોજબેન શૈલેષભાઈનું એકસાથે મોત થતા ત્રણ સંતાનો જેમાં પાંચ વર્ષીય, ત્રણ વર્ષીય અને એક વર્ષીય બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે જ્યારે આ બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને બંનેના મૃતદેહોને હળવદ સરકાર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે બંનેના મૃતદેહ શંકાસ્પદ હોવાથી ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે અને ત્યારબાદ જ મોતનું કારણ સામે આવશે તો બીજી તરફ બનાવના પગલે મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.