પ્રોડ્યુસર દિનેશ વિજનને હોરર કોમેડી જોનર લોહીમાં ઉતારી ગયું હોય તેવું લાગે છે. ‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મો લાવ્યા બાદ દિનેશ વિજન હવે નિર્દેશક આદિત્ય સરપોતદાર સાથે મળીને ‘મુંજ્યા’ ફિલ્મ લઈને આવ્યા છે.
આપણે બધાએ બાળપણમાં ભૂત-બેતાલની વાર્તાઓ ઘણી સાંભળી હશે, પરંતુ તેની સાથે બોલિવૂડનો સંબંધ બહુ ખાસ રહ્યો નથી. આ ટ્રેન્ડને તોડીને હવે ‘મુંજ્યા’ના નિર્માતાઓએ તેમની ફિલ્મમાં એક ડરામણી પરંતુ રમુજી લોકકથા બતાવી છે.
- Advertisement -
ફિલ્મની વાર્તા વર્ષ 1952થી શરૂ થાય છે. એક નાનકડા ગામમાં ગોટ્યા નામનો છોકરો તેની માતા (શ્રુતિ મરાઠે) સાથે વાત કરી રહ્યો છે. ગોટ્યાની માતા તેને લાકડી વડે માર મારી રહી છે કારણ કે તે તેના કરતા 7 વર્ષ મોટી છોકરી મુન્ની સાથે પ્રેમમાં છે.
મુન્નીના લગ્ન થાય છે અને બીજી તરફ ગોટ્યાના જનેઉ સંસ્કારની વિધિ થાય છે. પરંતુ તે પછી કેટલીક એવી ઘટનાઓ થાય છે કે જેના કારણે ગોટ્યા પોતાનો જીવ ગુમાવે છે. એવું કહેવાય છે કે જો કોઈ છોકરો જનેઉની વિધિના 10 દિવસની અંદર મૃત્યુ પામે છે, તો તેની રાખને ઝાડ નીચે દફનાવવામાં આવે છે અને તેની આત્માને ઝાડ સાથે બાંધવામાં આવે છે. નહિ તો છોકરાનો આત્મા બ્રહ્મરાક્ષસ બની જાય છે, જેને મુંજા કહે છે. આ બ્રહ્મરાક્ષસ તે પરિવારના પછીના વંશના લોકોને પણ દેખાય છે.
- Advertisement -
‘મુંજ્યા’ની સ્ક્રિપ્ટ આમ જોવા જઈએતો નબળી છે. ફિલ્મની શરૂઆત એક રસપ્રદ લોકકથાથી થાય છે, પરંતુ જેમ જેમ આપણે વર્તમાન સમયમાં પ્રવેશીએ છીએ તેમ તેમ વાર્તા થોડી ઢીલી પડવા લાગે છે. બિટ્ટુ અને મુંજ્યા જે રીતે મળે છે તે સ્થિતિ ખૂબ જ ડરામણી છે, જેને જોઈને દર્શકોને ગુસબમ્પ્સ આવી શકે છે. પરંતુ આ પછી મુંજ્યા બિટ્ટુનું જીવન મુશ્કેલ બનાવે છે અને તને હેરાન કરે છે.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઘણું લાઉડ છે. ડરામણા દ્રશ્યોને વધુ એક્સાઈટેડ બનાવવા માટે મ્યુઝિક આવું રાખવામાં આવ્યું હશે, પરંતુ સીનનો આનંદ માણવા કરતાં આપણે આપણાં કાનને મ્યુઝિકથી બચાવવા પર વધુ ધ્યાન આપવું પડે છે. ફિલ્મના VFX અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઘણે અંશે સારા છે.
ફિલ્મમાં અનેક દ્રશ્યો છે કે જે દર્શકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ દિગ્દર્શક આદિત્ય સરપોતદારે પણ તેમાં કોમેડીનું સંતુલન સારી રીતે રાખ્યું છે. સૌથી મજેદાર ડાયલોગ ફિલ્મના એક ભયંકર દ્રશ્યમાંથી આવે છે. ફિલ્મમાં ઘણા લૂપ હોલ્સ છે. પરંતુ ફિલ્મ દર્શકોને ડરાવવામાં અને તમને હસાવવામાં સફળ થાય છે. ફિલ્મના અંતમાં એક એન્ડ ક્રેડિટ સીન છે કે જે બિલકુલ મિસ ન કરવો જોઈએ.