જૂનાગઢ સામાજિક આગેવાનોની કમિશનરને રજૂઆત, 1 મે થી સ્વીમીંગપુલ શરુ થવાની ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ મહાનગર પાલિકા સંચાલિત સ્વિમિંગપુલ છેલ્લા ઘણા સમયથી નવીનીકરણ કામગીરીના લીધે 6 મહિનાથી બંધ હાલતમાં હોવાથી શહેરીજનો ભર ઉનાળે સ્વિમિંગથી વંચિત છે ત્યારે શહેરના સ્થાનિક સામાજિક આગેવાનો દ્વારા ઝડપથી સ્વિમિંગ પુલ ચાલુ કરવાની માંગ સાથે મનપા કચેરીએ રજૂઆત કરી હતી.
- Advertisement -
શહેરના સરદાર પટેલ ચોક નજીક ટાઉનહોલ પાસે આવેલ મનપા સંચાલિત સ્વિમિંગપુલની છેલ્લા 6 મહિનાથી નવીનીકરણ કામગીરીના લીધે બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે સામાજિક આગેવાનોએ આજે મનપા કચેરી ખાતે કમિશનરને રજૂઆત કરવા પોહચી ગયા અને તાત્કાલિક સ્વિમિંગપુલ શરુ કરવાની રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે, એક તરફ ભર ઉનાળો છે અને શહેરમાં એકજ સ્વિમિંગ પુલ છે અને બીજી તરફ હાલ વિષયાર્થીઓને વેકેશન પડી ગયું છે એવા સમયે શહેરનો સ્વિમિંગપુલ બંધ રહેવાના કારણે સ્થાનિક લોકો અને બાળકો સ્વિમિંગથી વંચિત રહે છે. આ બાબતની રજૂઆત કરતા મનપા કમિશનર ડો.ઓમ પ્રકાશ દ્વારા સ્વિમિંગ પુલ ચાલુ કરવાની ખાત્રી આપી હતી અને વોટર વર્ક્સ શાખાના અલ્પેશ ચાવડા દ્વારા જે કામગીરી બાકી છે તે વેહલી તકે પૂર્ણ કરીને 1 મે થી સ્વીમીગપુલ પ્રાયોગિક ધોરણે શરૂ થશે તેવી ખાતરી આપ હતી.