જૂનાગઢ શહેરમાં તેહવારો સમયે લોકોની અવદશા
માંગનાથ સહિતના વિસ્તારમાં ખોદકામથી પ્રજા પરેશાન
- Advertisement -
શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ, પાણી લાઈન કામગીરીથી લોકો ત્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
જૂનાગઢ શહેરમાં મનપાની મનમાની જોવા મળી રહી છે એક તરફ નવરાત્રી પર્વ ચાલી રહ્યું છે બીજી તરફ આગામી દિવસોમાં દીપાવલી પર્વ આવી રહ્યું છે એવા સમયે શહેરમાં પાણી લાઈન અને ભૂગર્ભ ગટર સહીત કામગીરી મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને રસ્તાઓને તોડીને લાઈનો નાખવામાં આવી રહી છે જેના લીધે તૂટેલા રસ્તા પર ખાડા પડી જવાથી સ્થાનિક લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.એજ રીતે માંગનાથ રોડ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી લાઈન નાખવાની કામગીરીના લીધે પાણી વિતરણ ઠપ થઇ જતા સ્થાનિક પૂર્વ નગર સેવક હિતેન ઉદાણી આજે મહાનગર પાલિકા કચેરી ખાતે ધરણા પર ઉતરીને લોકોની સમસ્યા તાતકાલિક દૂર કરવાની માંગણી કરી છે. જૂનાગઢ શહેરમાં આઝાદ ચોક, પંચહાટડી ચોક તથા હવેલી ગલી અને માંગનાથ રોડ વિસ્તાર હાલ નવરાત્રી પર્વમાં અને દિવાળી પર્વે ખુબ મોટી સંખ્યમાં લોકો અહીંની બજારોમાં ખરીદી કરવા આવે છે એવા સમયે મનપા દ્વારા પાણી લાઈન નાખવા સાથે ભૂગર્ભ ગટર કામગીરીથી તૂટેલા રસ્તાના કારણે ખાડા પડી જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ત્યારે લોક પ્રશ્ર્નોને વાચા આપવા સ્થાનિક પૂર્વ નગર સેવક હિતેન ઉદાણીએ અનેક વાર મહાનગર પાલિકાને સમસ્યાનો હલ કરવા રજૂઆત કરવામાં આવી છે.છતાં પણ કોઈ પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવતા મનપા કમિશનર કચેરી બહાર ધરણા પ્રદર્શન પર ઉતરી આવ્યા છે અને પ્રશ્ર્નનું સમાધાન નહિ થાયતો સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢના વોર્ડ નં.10ના માંગનાથ રોડ સહિતના વિસ્તારોમાં નવી પાણીની લાઇન નંખાઇ રહી છે. જેને લઇને પીવાના પાણીની સમસ્યા ઉભીથઇ છે. આ અંગે વોર્ડનં.10ના ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન ઉદાણીએ જણાવ્યુ હતુ કે, નવી પાણીની લાઇન નંખાઇ રહી છે. પાણીની લાઇન માટે આડેધડ થતા ખોદકામથી જુની પાણીની લાઇન ડેમેજ થતા પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. 15 દિવસમાં 8 વખત પાણીની લાઇન તૂટી છે પરિણામે 10,000ની વસ્તીને પાંચ દિવસથી પાણી મળ્યુ નથી. ખાસ કરીને જયારે પીાવના પાણીનો વારો હોય ત્યારે જ લાઇન ડેમેજ થાય છે. પરિણામે પાણી વિતરણ થઇ શકતુ નથી આમ, તંત્રનાઅણઘડ આયોજનનાકારણે શહેરીજનોને ભર ચોમાસે પાણીમાટે હડીયાપટ્ટી કરવી પડે છે.
મીરાનગરની રોડની સમસ્યા મામલે PGVCL અને મનપા આમને સામને
જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ રોડના કામમા ફરી એક વાર વિઘ્ન આવ્યું છે જેમાં પીજીવીસીએલની નબળી કામગીરી અંડરગ્રાઉન્ડ કેબલ જે એક મીટર ઉંડો નાખવાનો હોય એના બદલે માત્ર દશ ઈંચ જ જમીનમા દાટેલ હોવાથી રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા આ કેબલ બહાર આવી ગયો હતો હવે રોડ પર જ પડેલા આ કેબલ ને કારણે રોડનું કામ અટકેલું છે અને પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા મનપાના કોન્ટ્રાક્ટર દ્વારા દંડ ભરવામાના આવે ત્યાં સુધી આ ઈલેવન કેવી કેબલ હટાવવા માટે અને રોડ પર નડતર રૂપ થાંભલા હટાવવાની કામગીરી નહી કરવા રોડ પર આવેલા થાંભલા જે હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું પરંતુ પીજીવીસીએલ બહાનું આગળ ધરી છટકી રહ્યું છે નો નિર્ણય કર્યો છે બે વિભાગની એકબીજા પર ખો ને કારણે પ્રજા પરેશાની ભોગવી રહી છે અને રોડ પર પડેલા 11 કેવી જીવતા કેબલનો ભય પણ સતાવે છે જયારે રોડ પર આવેલા થાંભલા જે હટાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું પરંતુ પીજીવીસીએલ બહાનું આગળ ધરી છટકી રહ્યું છે.ત્યારે શહેરના અનેક આવા પ્રશ્ર્ને સામાજિક આગેવાન અમૃતભાઈ દેસાઈ તંત્ર પાસે સવાલો કરી રહ્યા છે.