ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 17 ધંધાર્થીઓના ફૂડની ચકાસણી કરાઇ
ઉનાળાંની સિઝન શરૂ થતાં ગોલા-આઇસ્ક્રીમના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હેમુગઢવી હોલ પાછળ -હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 17 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 01 ધંધાર્થિને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી તેમજ ખાદ્ય ચીજોના કુલ 17 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ચકાસણી કરેલા ધંધાર્થીઓમાં મહાદેવ પાઉભાજીને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા જે જે ઘૂઘરા, મહાદેવ દાળ-પકવાન, બોમ્બે પાઉભાજી, બાલાજી દાળપકવાન, કદમ્બ દાબેલી, શ્રીજી બ્રેડ સેન્ટર, આશાપુરા દાળપકવાન, રાજ દાળપકવાન, જે જે બ્રેડપકોડા, રાજ મેગી સેન્ટર, જય જુલેલાલ સમોસા, કરીમ’સ એગ સેન્ટર, મારુતિ અલ્પાહાર, ગિરિરાજ ઘૂઘરા, એચ કે. ઈડલી સંભાર અને રાજ સ્નેકસની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
આ ઉપરાંત સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ આઈસ્ક્રીમ સહિત અન્ય 6 ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં વેનીલા આઈસ્ક્રીમ અને ઓરીયા કુકીઝ આઈસ્ક્રીમની સોનારૂપા પાર્લર, ભક્તિનાગર સોસાયટી સર્કલ, 80 ફૂટ રોડ, મેઘાણી રંગ ભવન સામે, રાજકોટ, બરફ ગોલાનું કાચી કેરી ફલેવર સિન્થેટીક સિરપ : સાંજ ગોલા એન્ડ રસ સેન્ટર, શ્રીરાજ પ્લાઝા શોપ નં. 1, વાંકાનેર સોસાયટી, જામનગર રોડ. HARSH NATURAL FARM (JAGGERY) (FROM 500 GM PKD): AGRI SYNC NEXUS PVT. LTD., ફ્લોરા આઇકોન શોપ નં.06 . અંબામાં મંદિર સામે. અંબિકા ટાઉનશિપ, GAUTAM NATURAL FARM PEANUT OIL (500 ML PKD BOTLE): AGRI SYNC NEXUS PVT. LTD., ફ્લોરા આઇકોન શોપ નં.06, અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપ. SATTVAGUN ORGANIC GROUNDNUT OIL (1 LTR. PACK BOTTLE): AGRI SYNC NEXUS PVT. LTD., ફ્લોરા આઇકોન શોપ નં.06 . અંબામાં મંદિર સામે, અંબિકા ટાઉનશિપમાંથી કુલ 6 ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા.