શહેરમાં ઠેર-ઠેર ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા રોગચાળાને નિયંત્રણ લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા શહેરમાં દવા છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.વરસાદ વિરામ લીધો છે. રોગચાળાની ભીતી સેવાઇ રહી છે. તેમજ શરદી,ઉધરસ સહિતનાં કેસ સામે આવ્યા છે. ત્યારે વાહકજન્ય રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મનપા દ્વારા શહેરમાં ઘેરઘેર સર્વે કરવામાં આવી રહ્યો છે. પાણીથી ભરેલા પાત્રો તપાસવામાં આવી રહ્યાં છે.તેમજ તેમા દવા નાખવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે.જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા મનપાનાં દરેક વોર્ડમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.