મનપામાં ફરિયાદોના ઢગલા બાદ કામગીરી શરૂ કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદ પડયો હતો. જેના લીધે શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓમાં ખાડા પડી જવાથી બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે ત્યારે શહેરીજનોએ ઓનલાઇન ફરિયાદના મનપામાં ઢગલાઓ થતા મનપાએ આળશ ખંખેરીને રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરી છે.
- Advertisement -
શહેરમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઇન માટે રોડનું ખોદકામ કરાયુ હતુ જેને લઇને ખરાબ રસ્તા અંગેની મનપાના ક્ધટ્રોલ રૂમમાં તેમજ ઓનલાઇન પણ ફરિયાદો નોંધાઇ હતી. જેને પગલે કમિશ્નર ડો.ઓમ પ્રકાશની સુચના અને ડીએમસી એ.એસ.ઝાપડાના માર્ગદર્શનમાં શહેરના રસ્તાને મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમાં 33 જેસીબી, 36 ટ્રેકટરો અને 405 મજુરોની મદદથી ખાડા બૂરવામાં આવી રહ્યા છે. આ રીતે રોડ રિપેર બાબતે આવેલી ફરિયાદોના નિકાલ કરવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે જેમાં મધુરમ તેમજ આબાજુનો વિસ્તાર, ખલીલપુર રોડ વિસ્તાર અશોકનગર, જોષીપરા, શાંતેશ્ર્વર, મીરાનગર, દોલતપરા, ખામધ્રોળ 66 કેવી એરિયા, ઝાંઝરડા રોડ, હરિઓમ નગર, ઝાંઝરડા ગામ, સુખનાથ ચોક, આજુબાજુનો વિસ્તાર, કિષ્ના બોર્ડીંગ, નંદનવન, ઘાંચીપટ્ટ, યોગી પાર્ક, ગોલ્ડન સીટી, ગ્રીન સીટી સહિતના વિસ્તારોમાં રોડને મોટરેબલ બનાવવાની કામગીરી કરાઇ રહી છે.