રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.11, ટી.પી. સ્કીમ નં.27-મવડી(અંતિમ) તથા વોર્ડ નં. 12 ટી.પી.સ્કીમ નં.15-વાવડી(અંતિમ)માં પ્રાપ્ત થયેલા અનામત હેતુના પ્લોટમાં અમલીકરણના ભાગરૂપે ગેરકાયદે દબાણ/બાંધકામ દુર કરવા ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 435 ચો.મી.ની અંદાજીત 2.32 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા વેસ્ટ ઝોનના આસી. ટાઉન પ્લાનર જી. ડી. જોષી, આર. એન. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.
મહાપાલિકા તંત્રનું વેસ્ટ ઝોન કચેરી વિસ્તારમાં ડીમોલિશન: 2.32 કરોડની જમીન ખુલ્લી કરાવી

Follow US
Find US on Social Medias