જૂનાગઢ મહાપાલિકાની મહા સમસ્યા
કરોડોના ટેન્ડરો બહાર પડે છે પણ કામ દેખાતું નથી
ગિરિરાજથી જોશીપુરા સુધી રસ્તો ખોદી જતા રહ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર, પાણી લાઈન અને ગેસ લાઈન સહીતની કામગીરી કરવામાં આવી રહી છે પણ પછી રોડ ખોદાયા બાદ ત્યાર બાદ સુવ્યસ્થિત લેવલ નહિ થતા રસ્તા પર ખાડા રાજ જોવા મળે છે તેની સાથે કાદવ કીચડ થવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આવા દર્શ્યો શહેરના અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. અને જયારે વરસાદ રોકાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવાથી સ્થાનિક રહીશો અને દુકાનદારોને સહન કરવાનો વારો આવે છે.
જૂનાગઢ મહાનગર પાલિકાની મહા સમસ્યા જોવા મળી રહી છે. ભર ચોમાસે સિમેન્ટ રોડ કામગીરીથી અધૂરા કામ મૂકી દેતા અને રસ્તાને ખોદીને કોન્ટ્રાકટરો અધૂરી કામગીરી જતા રહેતા સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. મનપા ઇજનેરોને ખબર છે કે, ચોમાસુ આવી ગયું છે છતાં ભર બહાર વરસાદે રસ્તાઓ ખોદી નાખ્યા અને રોડનું અધૂરું કામ મૂકીને જતા રહેતા લોકો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ દ્રશ્યો છે ગીરીરાજ સોસાયટીના મેન રોડ ના કે જ્યાં ચોમાસુ નજીક હોવા છતાં સીસીરોડ કામગીરી શરુ કરવામાં આવી પણ ચોમાસુ બેસી જતા રોડનું અધૂરું કામ પડતું મૂકી દેતા હાલ રોડ પર દોઢ ફૂટ ખાડા જોવા મળે છે. આ રસ્તાનીઓ હાલત ગિરિરાજ રોડથી લઈને જોશીપુરા શાકમાર્કેટ સુધી જોવા મળે છે. આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ અકસ્માતના ભય હેઠળ જીવી રહ્યા છે જયારે આ વિસ્તારમાં અનેક રહેણાંક મકાનો અને વેપારીઓની દુકાનો આવેલી છે. તે લોકો પણ ઘણા સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘર અને દુકાન પાસે રોડનું અધૂરું કામના લીધે ઘર બહાર નીકળવા વિચાર કરવો પડે છે અને દુકાનદારોના ધંધા પર અસર જોવા મળી રહી છે. ત્યારે મનપાની આ મહા સમસ્યાથી લોકો સુવિધાને બદલે દુવિધા ભોગવી રહ્યા છે. અને લોકો કહે છે કે, ખબર હતી કે, ચોમાસુ શરુ થવાનું છે છતાં રોડ બનાવની કામગીરી શરુ કરી અને હવે ભર ચોમાસે કામ અઘરું મૂકી દેતા હવે સ્થાનિક લોકોને ભોગાવાનાઓ વારો આવ્યો છે.
મનપાને લોકો ટેક્સ ભારે છે પણ સુવિધા નથી મળતી
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલિકા ઢોલ પીટીને ટેક્સ વસુલાત કરે છે પણ પ્રજા આટ આટલો ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધા મળતી નથી કોરોડોના ટેન્ડરો બહાર પડે છે પણ આંખે વળગે અને લોકોને રાહત થાય તેવા કામ નથી થતા જેના લીધે શહેરમાં અનેક વિસ્તારોમાં મનપા અણધડ વહીવટના લીધે સ્થાનિક રહીશો સુવિધાને બદલે દુવિધા અનુભવી રહ્યા છે. અને રોજબરોજ ખરાબ રસ્તા અને કાદવ કીચડ અને ધૂળની ડમરીઓથી મુશ્કેલી વેઠી રહ્યા છે લોકોને હતું કે, નવી બોડીના શાશનમાં કંઈક સારી કામગીરી થશે પણ તેમાં પણ હજુ ખેંચતાણના લીધે ટેન્ડરો બહાર પાડવામાં અને કામગીરી મુદ્દે ક્યાંકને કયાંક આમને સામાને હોય તેવું જોવા મળી રહ્યું છે.



