ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકામાં તા. 20-2-2024ના રોજ મળેલ ડી.પી.સી. મિટિંગમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ 19 કર્મચારીઓને અલગ અલગ કુલ 5 સંવર્ગોમાં બઢતી આપવામાં આવી હતી જે સંદર્ભે આજ તા. 4-03-2024ના રોજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ વરદહસ્તે બઢતીના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આસી. એકાઉન્ટન્ટમાંથી ડે.ચીફ એકાઉન્ટન્ટ સંવર્ગમાં 2 કર્મચારીઓને અગાઉ શરતી બઢતી આપવામાં આવી છે જેને ધોરણસરની બઢતી ગણવાનું મંજુર કરવામાં આવી છે. જુનિયર સ્વીમીંગ ઇન્સ્ટ્રકટર (મેલ) સંવર્ગમાંથી સ્વીમીંગ ઇન્સ્ટ્રકટર (મેલ) સંવર્ગમાં 1 કર્મચારી, જુનિયર સ્વીમીંગ ઇન્સ્ટ્રકટર (ફીમેલ) સંવર્ગમાંથી સ્વીમીંગ ઇન્સ્ટ્રકટર (ફીમેલ) સંવર્ગમાં 1 કર્મચારી, જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક સંવર્ગમાં 13 કર્મચારી તથા ગાર્ડન આસી. સંવર્ગમાંથી ગાર્ડન સુપરવાઈઝર સંવર્ગમાં 2 કર્મચારીઓને બઢતી આપવાનું મંજુર કરવામાં આવી છે.
મનપામાં ફરજ બજાવતાં કુલ 19 કર્મચારીઓને બઢતીના હુકમ એનાયત કરતા મ્યુનિસિપલ કમિશનર
