ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશ: વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલે તા. 09-08-2023ના રોજ ઈસ્ટ ઝોન હેઠળ ચાલતા પ્રોજેક્ટની સમીક્ષા કરવા ઈસ્ટ ઝોન ઓફિસ ખાતે અધિકારીઓ/કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી અને વિવિધ શાખાના શાખા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. સાથોસાથ ઈસ્ટ ઝોન સિવિક સેન્ટર ખાતે કરવામાં આવતી કામગીરી પણ નિહાળી હતી.
સિટી સિવિક સેન્ટરમાં આવતા અરજદારો સાથે પણ મ્યુનિ. કમિશનરએ વાર્તાલાપ કરી રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે આપવામાં આવતી સેવાઓ બાબતે અરજદારો પાસેથી ફીડબેક મેળવ્યા હતા. મ્યુનિ. કમિશનરશ્રીએ ઈસ્ટ ઝોન ખાતે અધિકારી / કર્મચારીઓ સાથેની બેઠકમાં ઝોન લેવલે ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી. હાલ ચાલુ પ્રોજેક્ટની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીને સુચના આપી હતી.
- Advertisement -
ઈસ્ટ ઝોનના વિવિધ પ્રોજેક્ટની કામગીરી અંગે રીવ્યુ પણ કરેલ તેમજ ઈસ્ટ ઝોનના સિવિક સેન્ટરમાં જાતે રૂબરૂ જઈને સિવિક સેન્ટરમાં આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.