ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ શહેરમાં આવેલ મુખ્ય માર્ગો તેમજ ફૂટપાથ પર જર્જરિત તેમજ બંધ હાલતમાં રહેલ વાહનો માલિક દ્વારા તાત્કાલિક દૂર કરવા માટે જુનાગઢ મહાનગર પાલીકા દ્વારા તાકીદ કરી છે અને આગામી દિવસોમાં જર્જરિત તેમજ બંધ હાલતમાં મુખ્ય રોડ પર રહેલ વાહનો જપ્ત કરી દંડનીય કાર્યવાહી થશે
શહેરની સુંદરતા અને ટ્રાફિકની સમસ્યા ને ધ્યાને લેતા શહેરમાં આવેલ મુખ્ય માર્ગો તેમજ ફૂટપાથ પર જર્જરિત તેમજ બંધ હાલતમાં વાહનો પાર્ક કરેલ હોય,આ પ્રકારના વાહનો શહેરની સુંદરતા અને ટ્રાફિકમાં અવરોધ રૂપ થાય છે તથા તેના કારણે અકસ્માત પણ થઇ શકે છે .જેથી સબંધિત વાહન માલિકો દ્વારા તેમના વાહનો ત્વરિત અસરથી દૂર કરવા મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા આથી જાણ /તાકીદ કરવામાં આવે છે. મનપા દ્વારા આગામી દિવસોમાં જર્જરિત તથા બંધ હાલતમાં રહેલ વાહનો શહેરના મુખ્ય માર્ગો તથા ફૂટપાથ પર ધ્યાને આવ્યેથી મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા આ વાહનો જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.જેની તમામ વાહન ધારકોએ નોંધ લેવી.