બે નંબરીનો ધંધો અને બૂટલેગર રફિક સેલોત સહિત ચાર લોકો જવાબદાર: મને અને મારા પરિવારને ન્યાય નહીં મળે તો સહપરિવાર આપઘાત કરીશું
રફિક સેલોત, બાપા ઉર્ફે મોહીદુદ્દીન બાપુ કાદરી, ઈદ્રીશ ખાન અને મહેબુબ સેતા આ ચારેય વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના કોડીનારમાં જીન પ્લોટમાં રહેતા મુનાફભાઈ નઝીરભાઈ મુખબીરે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ફીનાઈલ પીને જીવન ટૂંકવવાનો પ્રયાસ કર્યો છે. જેને હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આપઘાતનો પ્રયાસ કરનારા મુનાફભાઈ મુખબીરે ખાસ ખબરને જણાવ્યું હતું કે, મને અને મારા પરિવારને રફિક સેલોત સહિતના લોકો વારંવાર હેરાન પરેશાન કરે છે. મારે તેની સાથે સાતથી આઠ વર્ષથી અણબનાવ ચાલી રહ્યા છે. રફિક સેલોત, બાપા ઉર્ફે મોહીદુદીન બાપુ કાદરી, ઈદ્રીશ ખાન અને મહેબુબ સેતા જે વ્યાજખોર છે. કેટલીક દીકરીઓની તેમણે જિંદગી પણ બગાડી છે. આ લોકો બે નંબરીનો ધંધો કરે છે. જે લોકો ગરીબ પરિવાર હોય તેના નાના છોકરાઓને આ બે નંબરીના ધંધામાં ઢસડી લાવે છે. જમીન પચાવી લેવી, અત્યાચાર કરવો, પૈસા વસૂલી કરવી આ તમામ આ લોકોના મૂળ ધંધા છે. મને રફિક સેલોત છેલ્લા 8 વર્ષથી હેરાન કરે છે તેણે ચાર વખત મારી પર હુમલો કર્યો છે. જ્યારે એક વખત તો મને વાડીએ બોલાવીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. હું છેલ્લા 6 દિવસથી મારા ઘરેથી નીકળી ગયો છું. મારી પાસે મોબાઈલ પણ નથી. મારી તંત્ર પાસે એવી માંગ છે કે, મને ન્યાય મળવો જોઈએ, મને ટીકડા ન મળ્યા એટલે ફીનાઈલ પીધી. આ ચારેય લુખ્ખાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે અમારી માંગ છે.
વિડીયો જોવા અહીં ક્લિક કરો