મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલાની ધમકી પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઇરફાન અહમદ નામની વ્યક્તિએ કોલ કરીને એરપોર્ટ પર હુમલાની ધમકી આપી હતી. આરોપીએ ખુદને આતંકી સંગઠન ઇન્ડિયન મુજાહિદીનનો સભ્ય ગણાવ્યો હતો. પોલીસએ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
વડાપ્રધાન મોદી મુંબઇના અંધેરી ઇસ્ટ વિસ્તારમાં જઇ શકે છે, જ્યાં તેઓ દાઉદી વોહરા સમુદાયની અરેબિક એકેડમીનું ઉદ્ધાટન કરી શકે છે. દાઉદી વોહરા સમુદાયના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને લખ્યું કે, તેઓ પરમ પાવન સૈયદાના મુફદલ સૈફુદીનની સાથે મંચ શેર કરશે. મુંબઇના પ્રવાસ પર વડાપ્રધાન મોદી ભારતીય નૌસેનાના મુંબઇના કોલાબા સ્થિત બેસ પર પણ જઇ શકે છે. વડાપ્રધાનના પ્રવાસને જોતા શહેરમાં 10 ફેબ્રુઆરી સુધી ડ્રોન કે કોઇ બીજી ફ્લાઇંગ એક્ટિવિટી કરવા પર મનાઇ ફરમાવી દીધી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, સોમવાર સાંજના જ મહારાષ્ટ્રના નાગપુરમાં બે હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ સંબંધમાં ધમકી ભરેલા ફોન નાગપુર પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમને મળ્યા હતા. આરોપીની અત્યાર સુધી ઓળખ થઇ શકી નથી, પોલીસ કેસની તપાસ કરી રહી છે.