રાજસ્થાને 9 વિકેટે માત્ર 90 રન કર્યા : મુંબઈએ 8.2 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યોમાત્ર 14 રન આપી 4 વિકેટ લેનાર કુલ્ટરનાઈલ મેન ઓફ ધ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
IPL 2021ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ વચ્ચે શારજાહમાં ક્રિકેટની જંગમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે ટોસ જીતી રાજસ્થાન રોયલ્સની ટીમે પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ઈંઙક 2021ની 51મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને માત્ર 90 રનમાં સમેટી લીધુ હતું. મુંબઇ ઇન્ડિયન્સના બોલરોએ શારજાહમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. ઝડપી બોલર નાથન કુલટર નાઇલે 14 રન આપીને 4 વિકેટ હાંસલ કરી હતી. નીશમે 12 રન આપીને 3 વિકેટો પોતાના નામે કરી હતી. બુમરાહને બે વિકેટો મળી હતી. રાજસ્થાન માટે સૌથી વધુ 24 રન એવિન લુઇસે બનાવ્યા હતા.
- Advertisement -
IPL 2021ની 51મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે કચડી નાંખ્યું હતું. મુંબઈએ 91 રનનો ટાર્ગેટ માત્ર 8.2 ઓવરમાં 2 વિકેટે હાંસલ કર્યો હતો. ઇશાન કિશન 50 રને અણનમ રહ્યો હતો. તેણે 25 બોલનો સામનો કર્યો હતો અને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા પણ 5 રન બનાવી અણનમ રહ્યો હતો. રોહિત શર્માએ 22 અને સૂર્યકુમાર યાદવે 13 રન બનાવ્યા હતા. મુંબઈની આ છઠ્ઠી જીત છે. ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલ પોઇન્ટમાં પાંચમા ક્રમે આવી ગઇ છે.