પંજાબને છ વિકેટે હરાવી મુંબઈ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચ્યું
હાર્દિકે આક્રમક બેટિંગથી બાજી પલ્ટી નાંખી : પોલાર્ડ મેન ઓફ ધ મેચ
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લી ઓવર્સમાં કિરોન પોલાર્ડ અને ર્હાદિક પંડયાએ કરેલી આક્રમક બેટિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે અહીં રમાયેલી આઇપીએલ ટી20 લીગની 42મી મેચમાં પંજાબ કિંગ્સને છ વિકેટે હરાવીને પ્લે ઓફ માટેની પોતાની દાવેદારી જીવંત રાખી હતી. આ વિજય સાથે મુંબઇ પોઇન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગયું છે.
- Advertisement -
પંજાબ કિંગ્સના છ વિકેટે 135 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇની ટીમે 19 ઓવરમાં ચાર વિકેટે 137 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. મુંબઇની ઇનિંગમાં ર્હાદિકે 30 બોલમાં અણનમ 40, સૌરભ તિવારીએ 45 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે માર્કરામે 29 બોલમાં 42 તથા દીપક હૂડાએ 28 રન બનાવ્યા હતા. મુંબઇ માટે બુમરાહ અને પોલાર્ડે બે-બે વિકેટ લીધી હતી.