ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
ઈંઙક 2025ની 41મી મેચ આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ખરાબ ફોર્મમાં ચાલી રહેલી હૈદરાબાદી ટીમને જીતની હેટ-ટ્રિક કરીને આવેલી મુંબઈની પલટન તરફથી જબરદસ્ત પડકાર મળશે.સાત મેચમાં બે જીત બાદ સનરાઈઝર્સની સ્થિતિ સારી નથી. તેમના સ્ટાર બેટ્સમેનો સહિત બોલરો પણ પોતાના પ્રદર્શનથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ ગયા છે.ઓલમોસ્ટ એક અઠવાડિયા બાદ મેદાન પર રમવા ઊતરનાર હૈદરાબાદી ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર નવા ઉત્સાહ સાથે રમીને બાઉન્સબેક કરશે એવી આશા આ ટીમના ફેન્સ રાખશે. હૈદરાબાદને 17 એપ્રિલે પોતાની છેલ્લી મેચમાં મુંબઈ સામે ચાર વિકેટે હારનો સામનો કરવો પડયો હતો. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે રસાકસીનો જંગ જોવા મળશે.આ સ્ટેડિયમમાં બન્ને ટીમ નવ વાર આમને-સામને આવી છે જેમાં પાંચ વાર હૈદરાબાદ અને ચાર વાર મુંબઈએ જીત મેળવી છે. મુંબઈ પાસે આ ટીમ સામે હેટ-ટ્રિક જીત નોંધાવવાની પણ તક રહેશે.