રેલવેની જમીનની નરમ માટી પર હોર્ડિંગ લગાવવામાં આવ્યું, BMC અને હોર્ડિંગ કંપનીની મિલીભગત હતી
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ, તા.16
જઈંઝએ મુંબઈની કોર્ટમાં મુંબઈ હોર્ડિંગની ઘટના અંગે 3,299 પાનાની ચાર્જશીટ રજૂ કરી. તેમાં કહેવામાં આવ્યું છે કે 250 ટન વજનનું હોર્ડિંગ રેલવેની જમીન પર લગાવવામાં આવ્યું હતું. હોર્ડિંગ લગાવતા પહેલં જેસીબી ઓપરેટરે હોર્ડિંગ લગાવનાર કંપનીને કહ્યું હતું કે માટી નરમ છે.
- Advertisement -
અહીં હોર્ડિંગ્સ લગાવવાં યોગ્ય નથી. આમ હોવા છતાં, જાન્યુઆરી 2023માં હોર્ડિંગ મૂકવામાં આવ્યું હતું અને 16 મહિના પછી નીચે પડી ગયું હતું. જેમાં 17 લોકોના મોત થયા હતા અને 74 લોકો ઘાયલ થયા હતા. ચાર્જશીટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રેલવે અધિકારીઓ, ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના અધિકારીઓ અને ઇખઈ અધિકારીઓની મિલીભગત હતી.



