વેપારીએ ઑનલાઈન સર્ચ કરી મુંબઈની ગોરડીયા સેફટી પ્રોડક્ટસને વેબિંગ બેલ્ટનો ઓર્ડર આપી 18 લાખ ટ્રાન્સફર કર્યા પણ માલ 7 લાખનો જ મોકલ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધોરાજીના વેપારી સાથે મુંબઈના પિતા-પુત્રએ રૂ.10.92 લાખની છેતરપીંડી આચરતાં ધોરાજી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. વેપારીએ ઓનલાઈન સર્ચ કરી મુંબઈની ગોરાડીયા સેફટી પ્રોડક્ટસને વેબીંગ બેલ્ટનો ઓર્ડર આપી 18 લાખ ટ્રાન્સફર કર્યા હતાં પરંતુ 7 લાખનો જ માલ મોકલી હાથ ઊંચા કરી દિધા હતાં.
ધોરાજીમાં વઘાસીયા ચોરા પાસે એમઝદભાઈ ઈકબાલભાઈ લુલાણીયા ઉ.34એ મુંબઇ રહેતા નિહિર ભરત ગોરડીયા અને ભરત મનસુખ ગોરાડીયા સામે ધોરાજી પોલીસમાં 10.92 લાખની છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘરની બાજુમાં એલવી એક્ઝીમ નામની કંપની આવેલ છે ત્યાથી તેઓ એક્સપર્ટ-ઈમ્પોર્ટનું કામ કરે છે. તે ધંધમાં તેમનો મિત્ર આસીફભાઈ ઈકબાલભાઈ ચૌહાણ પણ દેખરેખ રાખી મદદ કરે છે. વેપાર ધંધા માટે વેબીંગ બેલ્ટની જરૂરીયાત હોઈ જેથી ગઈ તા.20/07/2024 ના ગુગલ સર્ચ એન્જીનમાં જઈ વેબીંગ બેલ્ટ માટે અલગ-અલગ કંપની સર્ચ કરતો હતો ત્યારે ગોરાડીયા સેફટી પ્રોડક્ટસ નામની કંપની વિશે માહીતી મળેલ હતી. જેમાં કંપનીનું એડ્રસ અને મોબાઈલ નંબર આપેલ જેથી તે જ દિવસે ફોન કરી સંપર્ક કરતા વાત ભરત ગોરાડીયા સાથે થયેલ અને તેમને વેબીંગ બેલ્ટ બાબતે વાત કરતા કહેલ કે, અમારી કંપનીમાં વેબીંગ બેલ્ટ બનાવીએ છીએ તમારે કેટલો ઓર્ડર આપવો છે? જેથી તેઓને 20 ટન વેબીંગ બેલ્ટ ઓર્ડર લખાવવો છે કહેતાં ભરતે કહેલ કે, હું તમારી ઓર્ડર ઈન્કવાયરી લખી લઉં છુ. પાંચેક દિવસ બાદ તેઓ મુંબઈમાં ગોરાડીયા સેફ્ટી પ્રોડક્ટસ ખાતે ગયેલ અને કંપનીના માલીક ભરત ગોરાડીયા અને નિહીર ગોરાડીયાને રૂબરૂ મળેલ ત્યારે નીહીર કંપનીમાં આંટો મારવા લઈ ગયેલ અને કંપનીમાં જોયુ તો કંપનીમાં વેબીંગ બેલ્ટ બનતા હતા વેબીંગ બેલ્ટની ગુણવતા સારી હોઈ જેથી ભાવ તાલ નક્કી કરી 20 ટન વેબીંગ બેલ્ટનો ઓર્ડર આપેલ હતો.
20 ટન વેબીંગ બેલ્ટની કિંમત રૂ.36.12 લાખ થતા હતા. જેમાં કંપનીના માલીકો સાથે 50% ટકા રકમ એડવાન્સમાં આપવાની અને બાકીની રકમ માલની ડીલીવરી મળે પછી આપવાની એવું મૌખીક રીતે નક્કી થયેલ હતુ. નીહીરે તા.11/10/2024 ના રોજ માલ મળી જશે તેવું ઓર્ડર પર લખી આપેલ હતી. બાદમાં પ્રથમ તા.08/08/2024 ના રૂ.5 લાખ, તા.13/08/2024 ના રૂ.5 લાખ તેમજ અલગ અલગ સમયે કુલ રૂ.18 લાખ આરોપીની કંપનીમાં ટ્રાન્સફર કરેલ હતાં તે કંપનીએ તા.11/10/2024 સુધીમાં 20 ટન માલ આપવાના હતો પરંતુ કંપનીએ અગાઉ નક્કી કર્યા મુજબ માલ મોકલેલ નહિ જેથી કંપનીના માલીક સાથે ટેલીફોનીક સંપર્ક કરી ચર્ચા કરી પરંતુ કંપની તરફથી યોગ્ય જવાબ નહી મળતા તા.03/10/2024 ના રૂબરૂ વસઈ (મુંબઈ) ખાતે આવેલ ગોરાડીયા સેફ્ટી પ્રોડક્ટસ ખાતે ગયેલ અને કંપનીના માલીકો સાથે વાત કરતા તેમણે કંપનીના લેટરપેડ પર લખી આપેલ કે, અમારી કંપની તમોને તા.25/10/2024 થી તા.05/11/2024 સુધીમાં માલની ડીલવરી કરી આપશે અને જો તમને તમારા ઓડર મુજબનો માલ ના મળે તો તમે કંપનીમાં જમાં કરાવેલ પુરા રૂપિયા તમને પરત કરી આપીશું.
- Advertisement -
બાદ કંપનીએ આપેલ તા.05/11/2024 ની મુદત પુરી થતા નીહીર ગોરાડીયાને ફોન કરી વેબીંગ બેલ્ટ મોકલી આપવા જણાવતા તા.22/11/2024 ના પુરો 20 ટન માલ આપી દઈશ તેમ જણાવેલ હતુ. બાદમાં ફરીયાદી તા.22 ના રૂબરૂ મુંબઈ કંપનીએ ગયેલ અને ટ્રાન્સપોર્ટમાં 3 ટન 952 કીલો વેબીંગ બેલ્ટ જેની રૂ.7.13,819 નો લોડ કરાવડાવી ધોરાજી ખાતે રવાના કરાવેલ હતો. તેમજ આરોપીએ બાકીનો માલ તા.23/12/2024 સુધીમાં માલ મળી જશે તેમ જણાવેલ હતું.
તેમજ સાથે રૂ.5,92,218 ના ચેક આપેલ અને કહેલ કે, બંને ચેક બેંકમાં જમાં કરાવશો તો તમને અચુક પેમેન્ટ મળી જશે તેવો વિશ્વાસ આપેલ હતો. ચેક જમાં કરવાની તા.25/12/2024 હતી. બાદ તા.07/01/2025 ના આરોપીએ આપેલ બંન્ને ચેક વટાવવા માટે ધોરાજીની બેંકમાં ગયેલ ત્યારે બેંકે બંને ચેકોમો સહી ખોટી છે ની ચીઠ્ઠી સાથે બંને ચેક પરત કરેલ હતા. બાદ ગોરાડીયા સેફટી પ્રોડક્ટસના માલીકો ભરત અને નીહીર સાથે અવાર-નવાર માલની ડીલીવરી કરવા અથવા જમા રૂપિયા પરત કરવા માટે ફોનથી કોન્ટેકટ કરેલ પરંતુ આરોપી માલ કે રૂપિયા પરત કરતા ન હતાં. જેથી ગોરાડીયા સેફુટી પ્રોડકટસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના માલીકોએ રૂ.10,92,268 ની ઠગાઈ કરતાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.