મોદી સરકારની મોટી સફળતા
મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુરને ભારત લાવી મુંબઈ અને દિલ્હીની જેલમાં રાખવાની તૈયારી: NIAની ટીમ અમેરિકા પહોંચી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર તહવ્વુરના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ અમેરિકામાં હાજર છે. પ્રત્યાર્પણ માટેની બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. મુંબઈ અને દિલ્હીની જેલમાં રાખવાની તૈયારી ચાલી રહી છે. સોમવારે યુએસ સુપ્રીમ કોર્ટે રાણાના પ્રત્યાર્પણને રોકવા માટેની અરજીને ફગાવી દીધી હતી. તહવ્વુરે ભારત આવવાનું ટાળવા માટે અરજી દાખલ કરી હતી. પોતાની અરજીમાં તેણે પોતાને પાર્કિન્સન રોગથી પીડિત ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો તેમને ભારત ડિપોર્ટ કરવામાં આવે તો ત્યાં મને સજા આપવામાં આવશે. હું ભારતમાં વધુ સમય ટકી શકીશ નહીં. તહવ્વુર રાણાની 2009માં ઋઇઈં દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાણાને યુએસમાં લશ્કર-એ-તૈયબાને ટેકો આપવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તે હાલમાં લોસ એન્જલસના એક ડિટેન્શન સેન્ટરમાં બંધ છે. 26 નવેમ્બર 2008ના રોજ, આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. આ હુમલાઓ ચાર દિવસ સુધી ચાલુ રહ્યા. આ હુમલામાં કુલ 175 લોકો માર્યા ગયા હતા, જેમાં નવ હુમલાખોરોનો પણ સમાવેશ થાય છે, અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
મુંબઈ હુમલામાં 166ના મોત થયા હતાં
26 નવેમ્બર 2008એ લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીએ મુંબઈ પર હુમલો કર્યો હતો.
આ હુમલાઓ લિયોપોલ્ડ કાફે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, તાજમહેલ હોટલ પેલેસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ, કામા હોસ્પિટલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ પર કરવામાં આવ્યા હતા.
હુમલામાં AK-47, IED, RDX અને ગ્રેનેડનો ઉપયોગ કરાયો હતો. બોમ્બવિસ્ફોટ, માસ શૂટિંગ અને લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા અને 300 લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા લોકોમાં કેટલાક અમેરિકન નાગરિકો પણ હતા.
આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં NSG મરીન કમાન્ડો ફોર્સ, મુંબઈ પોલીસ, RAF, CRPF, મુંબઈ ફાયરબ્રિગેડ અને રેલવે ફોર્સે ભાગ લીધો હતો.
અજમલ કસાબની ધરપકડ કરવામાં આવી હતી. તેને 2012માં ફાંસી આપવામાં આવી હતી.