– મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા
– હું ‘પેઈન’ નહી ‘ગેઈન’ના રાજકારણમાં માનુ છું: 55 વર્ષના કૌટુંબિક સંબંધોનો અંત
- Advertisement -
લોકસભા ચૂંટણી પુર્વે જ કોંગ્રેસના વધુ એક આંચકામાં મુંબઈ કોંગ્રેસના વરિષ્ઠ અને યુવા-બ્રિગેડમાં સ્થાન ધરાવતા પુર્વ કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ પક્ષમાંથી રાજીનામુ આપી દીધુ છે અને ગઈકાલે જ તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ ગયા છે. ગઈકાલે જ રાહુલ ગાંધીએ ઈમ્ફાલથી તેમની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભ કર્યા તે સમયે આ રાજીનામુ ખૂબજ સૂચક છે અને દેવરાએ ભાજપના બદલે હાલ તેના સાથી અને મહારાષ્ટ્રમાં સરકારનું નેતૃત્વ કરી રહેલા શિવસેના (શિંદે) સાથે જોડાવાનું પસંદ કર્યુ તે પણ મહારાષ્ટ્રના રાજકારણમાં મહત્વનું છે.
બે દિવસ પુર્વે જ કોંગ્રેસ છોડવાનો સંકેત આવ્યા બાદ તેઓએ પક્ષ છોડયો હતો અને બાદમાં તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા પહોંચ્યા હતા. તેઓએ બાદમાં મુખ્યમંત્રી શિંદે સહિતના તેમના પક્ષના ટોચના નેતાઓ હાજર હતા.તેમણે કહ્યું કે તેઓ પોલીટીકસ ઓફ ગેઈન એટલે કે ગ્રોથ એસ્પીરેશન (આકાંક્ષા) અને નેશનાલીઝમ (રાષ્ટ્રવાદ)ના રાજકારણમાં વિશ્ર્વાસ ધરાવે છે. તેઓ પોલીટીક ઓફ પેઈન (પર્સનલ એટેક ઈનજસ્ટીસ અન્યાય અને નેગેટીવીટી (નકારાત્મકતા)ના રાજકારણમાં જરા પણ રસ ધરાવતા નથી.
કોંગ્રેસ સાથે 55 વર્ષનો સંબંધો ધરાવનાર દેવરા પરિવારમાં મિલિન્દના પિતા મુરલી દેવરાએ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ- દક્ષિણ મુંબઈના સાંસદ કેન્દ્રીય મંત્રી તથા ગાંધી કુટુંબના વફાદાર સહિતની ભૂમિકા ભજવી હતી તો મિલિન્દ દેવરાએ તેમના પિતાની બેઠક દક્ષિણ મુંબઈમાંથી બે વખત લોકસભા ચૂંટાયા હતા પણ 2014 બાદ બન્ને ચુંટણીઓ હારી ગયા હતા. તેઓએ કહ્યું કે કોંગ્રેસની આ હાલત થશે તે એ કદી કલ્પના પણ કરી ન હતી. મધ્યપ્રદેશમાં જયોતિરાદીત્ય સિંધીયાએ પક્ષ છોડી ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસની યુવા બ્રિગેડની રાહુલ ગાંધીના નેતૃત્વની ટીમને આ મોટો ફટકો છે અને ઉતરપ્રદેશમાં પણ પક્ષે જીતીન પ્રસાદને ભાજપમાં જોડાતા રોકી શકયા ન હતા.
- Advertisement -
દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પર યુવા નેતાની નજર
કોંગ્રેસના નેતા મિલિન્દ દેવરાએ પક્ષ છોડીને શિવસેના (શિંદે) જૂથમાં જોડાવાનું પસંદ કર્યુ તે પાછળ દક્ષિણ મુંબઈની લોકસભા બેઠક પર તેઓ ચુંટણી લડવા માંગતા હોય તે સંકેત મળી ગયો છે. આ બેઠક પર હાલ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથના અરવિંદ સાવંત લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે અને તેઓ શિવસેનામાં ભંગાણ છતા પણ ઉદ્ધવ ઠાકરે જૂથ સાથે જ રહ્યા હતા. હવે જે નવું મહાવિકાસ અઘાડી મોરચો જેમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) કોંગ્રેસ અને એનસીપી છે. તેણે કોંગ્રેસને ફકત એક જ બેઠક ઉતર મુંબઈની આપી છે અને તેથી દક્ષિણ મુંબઈની બેઠક પર શિવસેના (ઠાકરે) જ લડશે તો અરવિંદ સાવંતને જ ટિકીટ મળે તેથી મુરલી દેવરાને આ બેઠક પર ચુંટણી લડવા મળે નહી. તેઓએ 2014થી શિવસેનાના કબજામાં રહેલી બેઠક પર હવે શિંદે જૂથ તરફથી ચુંટણી લડવા તૈયારી કરી છે.આથી જ તેઓ ભાજપ નહી શિંદે જૂથ સાથે જોડાયાનું રાજકીય અનુમાન છે અને ભાજપને પણ આ બેઠક શિવસેના શિંદે જૂથને આપવા સામે વિરોધ નહી હોય તેવા સંકેત છે તથા તે દેવરા જીતી જાય તો ફરી મોદી સરકારમાં પણ સામેલ થઈ શકે છે.